________________
વ્યાખ્યાનસાહિત્યસ મહ—ભાગ ૩ જે.
૧૬૦
કામ
-~
~~~~❤ B
યસ.
પ્રાણી પેાતાની પ્રવૃત્તિપર વિચારણા કરે છે તેને મનેાનિગ્રહ બહુ જલદી થઈ જાય છે. અત્ર મનેનિગ્રહના ચાર ઉપાય કહ્યા. શાસ્ત્રાભ્યાસ, ચારિત્ર અને ક્રિ યામાં શુદ્ધ વર્તન, ભાવનાનું ભાવન અને આત્મનિરીક્ષણુ. શાસ્ત્રકાર કહે છે કે આત્માને નિરંતર સયમયાગામાં પ્રવૃત્ત રાખવા; તેથી ઘણી જાતના ફાયદા થાય છે. જો એને છૂટા મૂકયા હાય તા ઉપર જણાવ્યું તેમ એ ઘણી જાતનાં તાફાન કરે છે. તેટલા માટે ઉમાસ્વાતિવાચક કહે છે કે
पैशाचिकमाख्यानं, श्रुत्वा गोपायनं च कुलवध्वाः । संयमयोगैरात्मा, निरन्तरं व्यापृतः कार्यः ॥
· પિશાચની વાત અને કુળવધૂનું વૃત્તાંત સાંભળીને આત્માને નિર ંતર સચમચાગેામાં પરાવેલા રાખવા. ’ એક વાણીઆએ પેાતાનું કાર્ય સાધવામાટે એક પિશાચની સાધના કરી. મંત્રયેાગે તે પિશાચ સિદ્ધ થયા. તેણે પિશાચને પેાતાનું કામ ખતાવ્યું. મનકામ સાધ્ય કામ કરનાર પિશાચે અલ્પ સમચમાં કાર્ય સિદ્ધ કરી આપ્યું. પછી તે વાણીઆને કહે કે હવે મને કામ અતાવ નહિ તેા તને મારી નાખું. અખંડ ઉદ્યમવાળાએ નવા બેસતા નથી. વાણીએ બુદ્ધિશાળી હતા. તેણે કહ્યું કે અત્રે ખાડા ખેાદ; ખાડા ખેાદાવી તેમાં પાણી આવ્યુ. એટલે કહ્યું કે તેમાં એક વાંસ નાખ. પછી એક કાણેા વાટકા તેને આપી તે વાંસપર ખ ંધાવ્યો અને કહ્યું કે તારે કુવામાંથી પાણી કાઢી વાટકા ભરી દેવા, અને એનું કાણું પૂરાઈ ન જાય એ ધ્યાનમાં રાખવું. જ્યારે હું તને બીજું કામ ન અતાવું ત્યારે તારે આ કામ કર્યા કરવું.
કુળવધૂનું દૃષ્ટાંત પણ એવુ જ છે. પતિ પરદેશ જવાથી તેને ખરાબ ચવાની ઇચ્છા થઈ છે એમ સસરાએ દાસીમારફત જાણ્યું ત્યારે પોતે વહુને માથે ઘરના સર્વ કારભાર મૂકયા અને એટલા કામમાં નાખી દીધી કે વિષયસંબંધી વિચાર કરવાની પણ ફુરસદ મળે નહિ. આવી રીતે તે સુધરી ગઈ. આ નિયમ ધ્યાનમાં રાખી આત્માને નિરતર સંયમયેાગામાં પ્રવૃત્ત થયેલા રાખવા, કે જેથી તેને અસ્તવ્યસ્તપણે જ્યાં ત્યાં રઝળવાની ટેવ પડે નહિ અને પડી હાય તા મટી જાય. ૧૧
મન:સમાધાનપુર ગુર્જર કવિતાઓ.
મનહર—૧૨ થી ૧૫. મનવના હાથ પગ હેાય તે ન કામ કરે, મનિવેના કાણા જેવા આંખ કાન નાક છે;
૧ પ્રશમરતિ પ્રકરણુÀાક ૧૨૦ મે.