________________
પરિચ્છેદ.
મન:સમાધાન લાભ–અધિકાર.
૧૬૧
મનવિના મીઠા મેવા પણ ખાણ જેવા લાગે, મનવિના મિથ્યા બધું જપ તપ દાન છે. મનવિના હેત પ્રીત પણ પરખાય નહિ, મનવિના ભણતર ભારની સમાન છે; કેશવ કહે છે એક મનની રમત બધી, મનવાળા માણસને માણસમાં માને છે. શરીર અંદનરૂપ ઇંદ્રિય છે અશ્વરૂપ મન સારથીથી દૂર દૂર દોડ્યો જાય છે; મન જેમ લઈ જાય તેમના ઘોડા તણાય, મહારાજ જીવ બેસનાર મલકાય છે; કામકાજ કરવાના મનને આધીન બધા, મન તારનાર ને બુડાડનાર થાય છે, કેશવ કહે છે એજ મન હાથ રાખવાથી, ભારે ભવસાગરને પાર ઉતરાય છે.
મનને સુખેથી સુખ મનને દુખેથી દુઃખ, મનને મનાવાથી સંતોષ મનાય છે; મન મિત્ર મન પુત્ર મન છે કલત્ર રૂપ, મનવડે મમતામાં ચડાય પડાય છે; મન વિના વ્યવહાર સિદ્ધ કઈ થાતું નથી, મન વિનાને માનવ પશુમાં મનાય છે; કેશવ કહે છે તન મનને સુગ છતાં, ભાન ભૂલી જાય તેના મુંડા હાલ થાય છે. ચિત્ત વિના કામ કાજ સાચું ન મનાય કોઈ, ચિત્ત વિના લેખ પત્ર પીપળાનું પાન છે; ચિત્ત વિના આરંભ અધુરા રહી જાય બધા, ચિત્ત વિના કેનું માન કેનું અપમાન છે, ચિત્ત વિના સુખ દુ:ખ દેહને જણાય નહિ, ચિત્ત વિના ધળધાણું જપ તપ ધ્યાન છે; કેશવ કહે છે ચિત્ત વિના ચતુરાઈ કેવી, એક ચિત્ત વિના તન લાકડા સમાન છે.