________________
પરિ છે.
મને બળ–અધિકાર
૧૪૧
કેટલાક મનને ઉંચે અધિકાર થવાથી જે માનસસુખનો અનુભવ થાય છે, તેનેજ માટે મનને અધિકાર વધારવાનો પ્રયત્ન કરનારા હોય છે. સંસારનાં વિષયસુખો મેળવવાને માટેજ જેઓ વિદ્યાકળાના અભ્યાસવડે પિતાની માનસિક શક્તિઓને કેળવે છે, તેઓ પ્રથમ વર્ગના છે, અને સંસારનાં સુખ મળે અથવા ન મળે, પણ વિદ્યાકળાના અભ્યાસથી પ્રાપ્ત થતા માનસઆનંદને માટેજ જેઓ વિદ્યાકળાના અભ્યાસમાં લીન રહે છે, તેઓ બીજા પ્રકારના છે. આ બીજા પ્રકારના મનુષ્યો પ્રથમ પ્રકારના મનુષ્યો કરતાં ચઢીઆતા છે. પ્રથમ પ્રકારનાં મનુષ્યને વિદ્યાકળાના અભ્યાસના અંતમાં વિષયસુખો મળે છે, એટલે તેઓ તે સુખમાં ડુબી જાય છે. તેમને વિદ્યાકળા ઉપરને પ્રેમ છુટી જાય છે. વિષયસુખ પ્રાપ્ત થયા પૂર્વે જેટલે માનસઅધિકાર તેમણે મેળવ્યું હોય છે, તેમાં પછીથી તેઓ કંઈપણ વૃદ્ધિ કરતા નથી. બીજા પ્રકારના મનુછે તેથી જૂદા જ પ્રકારના હોય છે. વિષયસુખ મળતાં છતાં, તેઓ તેમાં લુબ્ધ થતા નથી. તેના મેહથી અંધ થઈ, વિદ્યાકળાનું પોતાનું પ્રિય વ્યસન તેઓ ત્યજતા નથી, પણ પ્રતિદિન તેમાં આગળ ને આગળ વધ્યાજ જાય છે. વિદ્યાકળાના વિચારથી પ્રકટતા માનસ આનંદ આગળ વિષયના આનંદ તેમને અત્યંત તુચ્છ લાગે છે, અને તેથી તેઓ તેમાં પિતાના આયુષ્યને અત્યંત અલ્પ સમયજ ગાળે છે.
આધ્યાત્મિક અધિકારવાળા પુરુષને એકપક્ષે જેમ વિષયનાં સુખો તુચ્છ લાગે છે, તેમ અન્ય પક્ષે વિદ્યાકળાથી પ્રકટતાં માનસ સુખો પણ તુચ્છ ભાસે છે. આત્મા અથવા પરમાત્મા એજ તેમની પ્રીતિનો વિષય હોય છે, અને તેથી તેમને જ્ઞાન પ્રાપ્ત કરવાનાં સાધનામાંજ તેઓ પોતાને સમય વિશેષ કરીને ગાળે છે.
તમારો સમય વિશેષ કરીને શામાં જાય છે, એ જે હવે તમે વિચારી જોશો તે તમારે અધિકાર તત્કાળ તમને સ્પષ્ટ થશે. ખાનપાનના વિષયેનાં ચિંતનમાં, તેનીજ વાતમાં, અને તેને ઉપયોગ કરવાના પ્રયત્નમાંજ તમારા આયુષ્યને મોટે ભાગે તમે ગાળતા હોતે તમારે છેક નીચો અધિકાર છે, એ સ્પષ્ટ થાય છે. ઉંચા અધિકારમાં જે તમારે આવવું હોય તે તમારું સઘશું જીવન તમારે ક્રમે ક્રમે બદલી નાંખવું જ જોઈએ; અને નીચા અધિકારનાં લક્ષણોને છેડીને ઉંચા અધિકારનાં લક્ષણો ધારણ કરવાં જ જોઈએ. તેમ કર્યો વિના અધિકારની વૃદ્ધિ કદી થતી જ નથી.