________________
દશમ
૧૩૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. - જનકજનન=કwwwઝઝઝઝઝઝઝન હારિક કે પારમાર્થિક કઈ પણ શુભ ફળને ન ઉત્પન્ન કરે એવા હજારે વિચારો, ઈચ્છાઓ, કામનાઓ વગેરે પ્રાત:કાળે જ્યારથી તે જાગ્રત થાય છે ત્યારથી તે નિદ્રા આવતાંસુધી પિતાના મનમાં પ્રકટ થયેલાં જોવામાં આવ્યાવિના ભાગ્યે જ રહેશે. આ વિચારે મનેભૂમિના સત્વબળઉપરજ જીવે છે. તેઓ પ્રકટ થઈને અંત:કરણના બળને ક્ષય કર્યા જ કરે છે. ઘણા વિચાર કરવાથી મગજ થાકી જાય છે, તેને સર્વને અનુભવ હોય જ છે. આ અનુભવ એ સિદ્ધ કરે છે કે વિચારની ક્રિયા એ મગજના બળનો ક્ષય કરે છે.
# # જે વિચારની ક્રિયાથી વ્યાવહારિક કે પારમાર્થિક કોઈ પણ શુભ ફળ પ્રકટે, તે ક્રિયામાં મગજના બળનો ક્ષય થાય તે ચગ્ય છે, પરંતુ જે વિચારોનું કશું જ શુભ ફળ ન હોય તેવી ક્રિયામાં મગજના બળને વાપરી નાખવું, એના જેવું અવિચારી કૃત્ય બીજું એકે નથી. અને તોપણ હજારમાં એકાદ મનુષ્ય પણ આ અવિચારી કૃત્યથી વેગળો રહેલો ભાગ્યેજ જોવામાં આવે છે. સઘળાજ શસ્યામાંથી ઉઠે છે ત્યારથી ગમે તેવા વિચાર કર્યા જ કરે છે. નકામા વિચાર કરવા, નકામી વાત કરવી, અને નકામી એટલે જેમાં કશું પણ ઉત્તમ ફળ નથી, એવી ક્રિયાઓ કરવી, તેમાં બળને ક્ષય થાય છે, એ વાતનું સ્વરૂપ, જેવું છે તેવું કેઈજ સમજતું નથી, અને સમજવા પ્રયત્ન કરતું નથી.
* * મનુષ્યને પિતાના ઉપયોગ માટે જેટલું જોઈએ તેના કરતાં અધિક બળ નિત્ય શરીરમાં ઉત્પન્ન થાય છે; તથાપિ સેંકડે મનુષ્ય કામ કરતાં થાકી જવાની નિત્ય ફરીયાદ કરતાં જોવામાં આવે છે. કેટલાકનું એક કલાક કે બે ક્લાક વ્યાવહારિક કે પારમાર્થિક અભ્યાસ કરતાં મગજ થાકી જાય છે. તેઓ મગજની કે શરીરની નિર્બળતાની બુમો પાડે છે. ઉપાયે કરતાં છતાં પણ ઘણાને મગજ કે શરીર બળવાનું થયેલું જણાતું નથી. શી રીતે જણાય? તેઓએ આવકનું એક દ્વાર ઉઘાડું રાખ્યું હોય છે, અને જાવકનાં સેંકડો દ્વારા રાખ્યાં હોય છે. જાવક્નાં દ્વાર બંધ કર્યાવિના આવક થયેલી શી રીતે સમજાય ? નકામા વિચારે, અને નકામી ક્રિયાઓ, એ જાવકનાં દ્વાર છે. તેમને બંધ વિના મગજ અને શરીર બળવાનું થતું નથી અને મગજ અને શરીર બળવાન થયા વિના વ્યાવહારિક કે પારમાર્થિક ઉત્તમ ફળ પ્રકટાવી શકાતાં નથી.
* ખેતરમાંથી ઝાંખરાં વગેરે નકામાં ઝાડને ઉખેડી નાંખનાર ખેડુત ઉપયોગી છોડને અધિક પિષણ મળતું કરી, બેવડાં બળવાન કરે છે, તેમ મનમાંથી નકામા વિચારેને કાઢી નાંખનાર મનુષ્ય, અને તેમ કરી મબળના અસાધારણ ક્ષયને અટકાવનાર મનુષ્ય, પોતાની માનસિક શક્તિઓને તેઓ હાય છે તે કરતાં એક કે બે વર્ષમાં દ્વિગુણ કે ત્રિગુણ બળવાન્ કરે છે.