________________
મનેબઈ-અધિકાર.
૧૩૭
* * મનુષ્ય સમુદાયમાંથી કેટલાક મનુષ્ય વ્યવહારરૂપ ફળનાં વૃક્ષોને ઉ. ગાડનાર અને ઉછેરનાર ખેડુત હોય છે, અને કેટલાક પરમાર્થરૂપ ફળનાં વૃક્ષોને ઉગાડનાર તથા ઉછેરનાર ખેડુત હોય છે. સિદ્ધેશ્વરના મંદિરને ઘંટનાદ મુખ્યત્વે કરીને પારમાર્થિક ખેડુતો અર્થ છે.
* અક્ષય સુખ અથવા શાંતિ, એ પારમાર્થિક કૃષિકર્મ (ખેતી) નું અદ્વિતીયફળ છે. કર્મ ઉપાસના તથા તત્વજ્ઞાનરૂપ સુંદર વૃક્ષે અભ્યાસજળથી સિંચાઈ જ્યારે ફલીપુલી મોટાં થાય છે, ત્યારે તેમના ઉપર એ શાંતિરૂપ અને દ્વિતીય મહા મનોહર ફળ પ્રકટે છે. આ વૃક્ષને ઉગવાનું અને ઉછેરવાનું સ્થળ સાધકની મનેભૂમિ અથવા અંત:કરણરૂપ ક્ષેત્ર છે.
* * ભૂમિમાં રોપેલાં વૃક્ષેને, જમીનમાં રહેલું પોષણ સંપૂર્ણ અંશે મળે, એ માટે કુશળ ખેડુત, સાવધાનતાથી દરાજ જમીનમાંથી ઉગી નિકળતાં નકામાં ઝાડઝાંખરાને નિંદી નાંખે છે. આમ જે તે નથી કરતો તે નકામાં વૃક્ષો, ચોર અને લુટારાની પેઠે જમીનને બધે કસ ચુસી જાય છે અને કામનાં વૃક્ષ ભૂખે મરી દુર્બળ રહે છે. આમ થતાં તેમના ઉપર ફળ આવતાં નથી, અને કદાચ આવે છે તે તેમની ફળમાં ગણના કરવા જેવાં તેઓ હોતાં નથી.
શિક * પારમાર્થિક ખેતી કરનાર હજાર ખેડુતેમાંથી કોઈ વિરલ ખેડુતજ વ્યાવહારિક ખેડુતના જેવું આ નિદણનું કાર્ય સંતોષકારક રીતે કરતે દષ્ટિએ પડે છે. મોટા ભાગના સાધકની મનભૂમિમાં તે ઝાડીઝાંખરાનું એવું તો ગીચ વન દષ્ટિએ પડે છે કે ઉપાસના તથા તત્વજ્ઞાન વગેરેના સુકુમાર છાડ કયે સ્થળે છે, અને કેટલા મોટા થયા છે, તે તીક્ષણ દષ્ટિવાળાને પણ નજરે પડતા નથી.
* * ઉત્તમ સ્વાદિષ્ટફળને પ્રકટાવનાર વૃક્ષોને જ સર્વ ઈરછે છે, અને તેને પણ કડવાં ફળને પ્રકટાવનાર નિરુ૫ચોગી વૃક્ષ છે અથવા કાંટાવાળાં ઝાંખરાં મનોભૂમિમાં કેટલાં ઉગ્યાં છે, અને નિત્ય નવાં ઉગે છે, તથા તેઓએ કેટલી હાનિ કરી છે તથા નિત્ય કરે છે તેને થોડાજ મનુષ્ય વિચાર કરે છે.
* * આ નિરુપયોગી વૃક્ષ મને ભૂમિમાં ઉગીને સત્ત ચુસી ન લેતાં હેત, અને તેમ કરીને ઉપયોગી વૃક્ષને મને ભૂમિમાંથી ઓછું પોષણ મળે, એવી સ્થિતિમાં આણી ન મૂક્તાં હતા તે આ સંબંધમાં બુદ્ધિમાનને વિચાર કરવા જેવું ભાગ્યેજ રહેત પણ જ્યારે તેઓ તેમ કરે છે, ત્યારે તે પરમાર્થરૂપ ઉપરોગી વૃક્ષને ઉછેરનાર વિવેકી સાધકનું તે સંબંધી જેમ બને તેમ સત્વર વિચાર કરવાનું ર્તવ્ય સિદ્ધ થાય છે.
ન જ પિતાના અંત:કરણમાં પાછું વળીને જેનાર પ્રત્યેક મનુષ્યને, વ્યાવ૧૮