________________
૧૩૬
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
વસ્થામાં વિજ્યને જ જોયા કરો. તમારા મન, વાણી અને ક્રિયાને વિજ્યના વિચારવડેજ રંગી નાખો. પરાજયની કે દુ:ખની કલ્પનાસરખી પણ ન કરે. બળવાન સંકલ્પથી અર્થાત્ આત્મસંયમથી દુ:ખના વિચારેને તમારા મનમાં પ્રવેશવા ન દે. તમારું મન શું જોયા કરે છે, શાનું ચિત્ર રચે છે, તે સાવધાન થઈને વારંવાર જોયા કરો. જો તે રેગનું, નિર્ધનતાનું, નિષ્ફળતાનું જીવત્વનું ચિત્ર રચતું હોય, તો તત્કાળ તે ચિત્રને પલટી નાંખી તેને સ્થાને આરેગ્યનું ઐશ્વર્યનું, વિજયનું અને બ્રહ્મત્વનું ચિત્ર રચે. એકવાર આવું ચિત્ર રચીને બેશી ન રહો, પણ પુનઃ પુનઃ રચે. તમારા મનમાં તમે રચેલું સુખદ ચિત્ર પ્રત્યક્ષ દેખાય, તે તમને સ્વભાવસિદ્ધ થઈ જાય, ત્યાં સુધી પ્રયત્ન કાયમ રાખો. પ્રયનથી કાયર થાઓ નહિ. કચરાના ઢગલાવાળા અવાવરૂ ઘરને સાફ કરવાની મહેનતથી જેઓ કંટાળે છે, તેઓ ઉકરડામાં જ રહેવાને લાયક છે, પણ સ્વચ્છ ઘરમાં રહેવાને લાયક નથી.
* * જેના ઉપર તમે તમારી ઈચ્છતા સ્થાપે છે, જે વસ્તુને તમે તમારું ધ્યેય કરે છે, તે વસ્તુની પાસે અને પાસે તમે આવતા જાઓ છે, અથવા તે વસ્તુ તમારી પાસે આવતી જાય છે. આ અધ્યાત્મશાસ્ત્રનો સિદ્ધાંત છે. વિજયપ્રતિ દષ્ટિ સ્થાપતાં તમે વિજ્યની સમીપ જતા જાઓ છે, અથવા વિજય તમારી પાસે આવતે જાય છે.
આ છે દર્શન એ સર્જન છે, એ સૂત્રને કદી વિસરશે નહિ. જે તમારે જોઈતું હોય તેને જોયા કરે,-એજ ટુંકે ને ટચ વિજયને ઉપાય છે. જે ને જેઇતું હોય તેને કદીજ જેતા નહિ. જગને માટે ભાગ આખો દિવસ આમજ કરે છે; અને દુઃખી રહે છે. દુઃખને ટાળવાને અને સુખને મેળવવાને ઉપાય હવે કેઈને પૂછવા જતા નહિ. સિધેશ્વર ઘંટનાદ કરીને કહે છે કે દર્શન એજ સર્જન છે. તમને તે સંભળાય છે? અને સમજાય છે? હા, તે આ ક્ષણથીજ આચારમાં મૂકે. કારણ કે સાંભળવાથી થતા ફળકરતાં, સમજવાનું ફળ હજારગણું વધારે છે, અને સજવાના ફળકરતાં આચારમાં મૂકવાનું ફળ લાખગણું અધિક છે. ' જ રણભૂમિમાં જ્યાં શસ્ત્રો ઉછળે છે, ત્યાં જતાં અથવા અંધારામાં જતાં જેઓ પાછી પાની કરે છે તેઓ માત્ર કાયર, બીકણ કે બાયલા છે, એમ કંઈ નથી, પરંતુ પિતાને જે ખરું ભાસે છે, તે કરતાં, અથવા જે વિચારે પિતાને સાચા જણાય છે, તે બીજાના આગળ જણાવતાં જેઓ ડરે છે, તેઓ પણ બીકણ અને બાલાજ છે. પોતાને જણાતું સાચું કરવાની અને કહેવાની જેનામાં હિંમત નથી તેનાથી ઉન્નતિ હજાર હાથ છેટે રહે છે.