________________
પરિચછેદ.
મને વ્યાપાર–અધિકાર,
૧૧૭,
એક મહિના સુધી ઉપવાસસહિત સર્વ પ્રકારે માનપણે નાસિકાના અગ્ર ભાગ ઉપર નેત્રને સ્થાપી, ઉમે ઉભે એકાગ્ર ચિત્તે મહારું ધ્યાન કર્યા કરે, અને તે દરમ્યાનમાં બીજે કયાંય પણ તેનું ચિત્ત જે જાય નહિ તે એક માસને અંતે હું તેની પાસે હાજર થઈશ, પણ જે તેના ધ્યાનમાં લેશ પણ ખામી આવી જાણુશ તે તેને સર્વ શ્રમ તથા મનોરથ વ્યર્થ થશે, તેની આસપાસ ફરતા મારા ચોકીદારે રાત દિવસ રહેશે. માટે જે બની શકે તે પૂછી આવ, અને હા પાડે તે કાલ સવારથી તે પ્રમાણે કરવું શરૂ કરે.” પછી વિષયાની વાત સાંભળતાં મન જે મરણપથારીએ પડ્યો હતો, તે તુરતજ હોંશમાં આવી ગયો, અને મળવાનો કોઈ પણ ઉપાય છે, એમ જાણી અને તે પણ રાણીએ પિતેજ કહેલો હોવાથી તત્કાળ બીજી સવારથી જેગી બનીને માણેક ચોકની વચમાં જઈને એકાગ્ર ચિત્ત રાણીનું ધ્યાન કરતો ઉભું રહ્યો; કેટલાએક દિવસ એમ વિયા, તેટલામાં તો નગરના ભેળા મરદો તથા સ્ત્રીઓનાં ટેળેટોળાં આ મહાત્મા તપસ્વી યોગીના દર્શનાર્થે, સેંકડે ભેટસોગાદ, નજરાણુ, બક્ષિસે લઈને નિકળી પડ્યાં, અને મનવાની આગળ તે હીરા, માણેક, મેતી વિગેરે ઝવેરાત, તથા સેના રૂપાના સિકકાઓનો, તથા અમૂલ્ય વસ્ત્રાલંકારેને મેટે ઢગ થયો, જેની કિંમત કરોડ રૂપિયાથી પણ અધિક થતી હતી, તે સર્વની ચોકી રાણીના સુભટો ત્યાં ફરતા રહી કરતા હતા; એમ કરતાં કરતાં મોટા શેઠશાહુકારે, અમલદારે, અને છેવટે મંત્રી વર્ગ તેમજ રાજા પણ આ મનવા
ગીશ્વરની પૂજા, ભક્તિ, સેવા અર્થે અવારનવાર પધારવા લાગ્યા, અને ગામેગામ મનવાની કીર્તિ પ્રસરી ગઈ. હજારે ગાઉથી કે તેની જાત્રાને અર્થે આવતા હતા; અંતે એક માસ પૂરો થયે, તેવારે મન અવધિ પૂરી થઈ જાણીને દયાન સમાપ્ત કર્યું, અને પિતાની આગળ જુએ છે તો લાખો લેકે અને પુષ્કળ દોલત પાસે ફરી વળેલ દીઠાં, જે ઉપરથી વિચાર કરવા લાગ્યો, કે
અહો! આ શું? મનપણે દઢ ચિત્તે તપયુક્ત કરેલ અશુભ એકાગ્ર ધ્યાનને પણ મહિમા તો જૂઓ ! હા હા ! આ સર્વે કષ્ટ, માત્ર મારા દુષ્ટ વિકારની પુષ્ટિમાટે કરું? નહિ નહિ, લોકેએ મને તે જાણીને, આ ભક્તિ કરી નથી, પણ બહારના રૂપ પ્રમાણે અંતરનું શુદ્ધ માનીને કરે છે, જૂઓ, આ તેઓ મારી પ્રશંસા કરી રહ્યા છે, માટે મારે તે આ ધ્યાનમાંથી દુષ્ટ વિકારી આ શીભાવ કાઢી નાખીને ભલા ભગવાન જે પરમાત્મા તેનું જ હવે આ પ્રમાણે નિરંતર ધ્યાન ક્ય કરવું, અને તે પ્રભુનું જ મને શરણ હે, તે મહાત્મા રાણી સાહેબનું સદાકાળ ભલું થાઓ, જેણે મને આવી ઉત્તમ યુક્તિથી સર્વોત્તમ