________________
૧૧
વ્યાખ્યાનસાહિત્યસ’ગ્રહ-ભાગ ૩ જો.
દેશમ
~~~~~~~~~~~~~~~~~~~~~~
તુહી જીવ રૂપ તુહી બ્રહ્મહે આકાશવત, સુંદર ર્હુત મન તેરી સમ દ્વાર હૈ. ૨૬ સુંદર.
*અવિચારી, કામાંધ મનવા ચ’ડાળ, કેવી રીતે મહુાસદાચારી સંત મહુાત્મા થયા. દૃષ્ટાંત—માધવપુર નામે એક નગરમાં ભદ્રિકસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા; તેને ગુણધર્મો નામે એક સુશીલ, ધર્માત્મા, ગુણવંતી રાણી હતી; તેજ નગર મધ્યે તે રાજાના મહેલનું પાયખાનું સાફ કરનાર મનવા કરીને એક ચંડાળ, તેની વિષયા નામે ચંડાલણી સ્ત્રીસાથે વસતા હતા; એક્દા તે મનવાએ પાયખાનું સાફ્ કરતાં કરતાં નીચેથી ઉપર શ્વેતાં રાણીનું સ્વરૂપ ટ્વીટ્ટુ, અને અત્યંત માહ પામ્યા, અને ત્યારથી તેને વિષે તે એટલેા તે કામાંધ થયા કે તે દિવસે દિવસે શરીરે લેવાતા ગયો, રાણીના સમાગમ વિના તેને ચેન પડે તેમ હતું નહિ, અને તે વાત તેા એ અશકય હતી, તેથી તે કાઇને કહી પણ શકે નહિ, અને કામવિકારને ત્યાગ પણ થાય નહિ, તેથી તેને તે સર્પે છછુંદર ગળ્યાજેવું થયું; તેની સ્ત્રી વિષયાએ પાતાના પતિને કાઈ મહાવ્યાધિ કે ચિંતાથી દુÖળ થતા જાણીને મનવાને તેનું ખરૂં કારણે આગ્રહપૂર્વક પૂછતાં મનવાએ રાણીઉપરના પેાતાને વિકાર ભાવ જણાવ્યો, જે સાંભળીને વિષયાએ તેને ઘણા નિભ્રંછ્યો, અને કહ્યું કે “ આમાં તે। તાહરૂં મેાત થશે અને કાંઈ વળશે નહિ, માટે સમજ અને દુર્ધ્યાનના ત્યાગ કર, ” પણ મનવા એકના બે થયો નહિ; પછી વિષયા લાચાર બનીને પેાતાના પતિનું કામ કેાઈ રીતે સિદ્ધ થાય એવા હેતુથી એક દિન રાજમહેલની સામે આવીને રાણી સાંભળે તેવી રીતે છાતીફાટ રૂદન કરવા લાગી, તેને ઘણા વખત સુધી અતિ કલ્પાંત કરતી જોઈને રાણીએ તેને પેાતાની કાંઇક નજીક મેલાવીને પૂછ્યું, કે “ તને એવ ું કયું દુ:ખ છે કે આટલું બધું રડે છે ?” વિષયા કહે કે, “અન્નદાતા, રાણીજી સાહેબ, કંઈ કહી શકાય તેવી વાત નથી અને દુ:ખથી રહેવાતું નથી માટે રડું છું; ” રાણી મહા દયાળુ ધર્માત્મા હેાવાથી અહુજ મીઠે વચને વિષયાને આસનાવાસના કરીને પૂછતાં તેણે પેાતાના પતિની જે હકીકત હતી તે શરમાતાં શરમાતાં નિવેન કરી અને કહ્યું કે “ મારા પતિ જરૂર મરણ પામશે, માટે હવે હું શું કરૂં ?” રાણીએ કહ્યું કે “ ફિકર નહિ; હું તને જે ઉપાય બતાવું છું તે પ્રમાણે જો તારા પતિ ખરાખર કરે, તેા તેની મુરાદ ખર આવશે; તે ઉપાય એ છે કે, આપણા શહેરના મહેાટા માણેક ચાકના મધ્ય ભાગમાં જ્યાં ચાર રસ્તા ભેગા થાય છે, તે ઠેકાણે જોગીને વેષે * સજ્જન સન્મિત્ર.