________________
મનાવ્યાપાર અધિસ્તર.
.
વિવેચન—અત્ર જે કહેવામાં આવ્યું છે તે પરવશ મનને માટે છે. પરવશ મન સ્વચ્છંદ આચરણ કરે છે એટલુંજ નહિ પણ શત્રુવટ કરે છે. તે અયેાગ્ય વિચારા કરે છે તેની સાથે વચન અને કાયાને પશુ શત્રુ બનાવી દે છે અને તેથી જીવને વચનપર અંકુશ રહેતા નથી અને તે નીતિધર્મ કે મર્યાદાની દરકાર કર્યો વગર કાયાથી પાપ સેવવા મંડી જાય છે. આવી રીતે પરવશ થયેલું મન પાતે શત્રુતા કરવાઉપરાંત બીજા એને સાથે લે છે અને એ ત્રણ દંડથી દંડાયેલેા જીવ અપમાન પામે છે, દુ:ખ પામે છે, ગ્લાનિ પામે છે, માર ખમે છે અને મદ્યપાનીની પેઠે રખડ્યા કરે છે. ખિલાડી દૂધ જોઈને લલચાય છે, પણ માથે પડનારી ડાંગ જોતી નથી. રસ્તાઉપર પડેલી થેલીનેજ ચાર જુએ છે પણ છુપા વેશમાં નજીકમાં ઉભેલા ડીટેકટીવને ( છુપી પાલીસને ) જોતા નથી, જુઠી સાક્ષી પૂરનાર લાંચનેજ જુએ છે, પણ પછી કેદની સજા થાય છે તે તરફ નજર પહોંચાડતા નથી. આ સર્વે મનની શત્રુતા છે. મન અને ખાટે રસ્તે દારે છે. એનું કારણુ ઉપરના શ્લેાકમાં કહ્યું તેમ કલ્પનાશક્તિનું જોર અને તર્કશક્તિના અંકુશના અભાવ છે; અને તેથીજ અનુભવરસિક ચેાગી ગાઈ ગયા છે કે
પરિચ્છેદ.
~~~
1$
( મુગતિતણા અભિલાષી તપીયા, જ્ઞાન ધ્યાન અભ્યાસે, વૈરી. કાંઈ એવું ચીંતે, નાખે અવળે પાસે, હા કુ`ઘુજિન ! મનડુ· કીમહી ન માસે. ’
આવી રીતે મહાજ્ઞાની મુમુક્ષુઓને પણ ઉંધા પાટા અંધાવનાર મન છે અને મન વશ હાય તે એક ક્ષણવારમાં મેાક્ષસુખ સન્મુખ કરી દે છે.
વચન ઉચ્ચારવાં કે કાયાની પ્રવૃત્તિ કરવી એ મનના હુમઉપર આાધાર રાખે છે, તેથી જો મન પરવશ પડી ગયું તે પછી વચન અને કાયા ઉપર કાંઇપણ અંકુશ રહેતા નથી. મન, વચન કાયાને કખ રાખવાં એ બહુ મુશ્કેલ પણ તેટલીજ જરૂરની ફરજ છે અને તે ત્રણેને સંબંધ એવા છે કે એક મન જો વશ થયું તેા પછી ખીજું સર્વ વશ થઈ ગયું સમજવું. ૧૫ મનસાથે સુખ દુ:ખના સબંધ.
अकृच्छ्रसाध्यं मनसो वशीकृतात् परं चं पुण्यं, न तु यस्य तद्वशम् सञ्चितः पुण्यचयैस्तदुद्भवैः फलैश्च ही ही हतकः करोतु किम् ।। १५ ।। વશ કરેલા મનથી મહા ઉત્તમ પ્રકારનું પુણ્ય બિલકુલ કષ્ટ વગર સાધી શકાય છે. જેને મન વશ નથી તે પ્રાણી પુણ્યના રાશિથી છેતરાય છે અને તેથી થનારાં મૂળવડે પણ છેતરાય છે ( એટલે પુણ્યમ ધ થતા નથી અને તેથી
66
(11.7) (૫)