________________
દશમ
૦િ૮
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે. ----- =======***નનન નન=.. અને તેને પરિણામે સંસારસમુદ્રમાં આડાંઅવળાં ગોથાં માર્યા કરે છે. જરાવારમાં તળીએ જાય છે અને જરાવારમાં ઉપર આવે છે, પણ વહાણવગર તેને નિ
સ્તાર થતો નથી. ઉલટે અનંતવાર ચોરાશીલક્ષ નિમાં ભમ્યા કરે છે. આવી રીતે પ્રાપ્ત થયેલું શુભ વહાણ તજી દેનાર જીવને મૂર્ખ કહે એ સાથે છે.
પિતાની ફરજ બજાવવા માટે પ્રાપ્ત થયેલા આવા સારા પ્રસંગો માણસો ઘણીવાર જતા કરે છે, તેની ઉપેક્ષા રાખે છે, તેને ઈરાદાપૂર્વક પણ તજી દે છે. વસ્તુસ્થિતિ એવી છે કે ગત પ્રસંગ ફરી પ્રાપ્ત થતો નથી અને તેથી મેટ લાભ હાથથી જાય છે.
મન સંસારસમુદ્રમાં કેવી રીતે ફેકે છે તે અનુભવસિદ્ધ છે. મનુષ્યને કલ્પના અને તર્કશક્તિ એ બે માનસિક શક્તિઓ હોય છે અને તે બેની ઉપર કાર્યરેખા અંકિત થાય છે. હવે જ્યાંસુધી તર્કશક્તિ-વિચારશક્તિનું પરિબળ વધારે હોય છે ત્યાંસુધી તે કાર્ય સારાંજ થાય છે. પરંતુ ઘણીવાર બને છે એમ કે એક કાર્ય કરવા પહેલાં કલ્પનાશક્તિ બહુ બહુ સંકલ્પ કરે છે, શુભ કાર્યમાં ન ધારેલી આફતે આવી પડશે એમ તે બતાવે છે અને જરજરામાં તે મોટા મોટા ડુંગરો ખડા કરી દે છે. આ કલ્પનાને વશ થઈ અલ્પમતિ છ આગામી કાળને વિચાર કર્યાવગર કાર્યરેખા અંકિત કરે છે તેને પરિ. સામે વાસ્તવિક લાભને બદલે દેખીતા લાભતરફ અથવા લાંબા વખતસુધી ચાલે તેવા પણ આગામી કાળમાં મળનારા લાભને બદલે થોડા પણ તાત્કાલિક લાભતરફજ લક્ષ્ય રાખે છે. આવા પ્રકારનાં મનને વશ થયેલા જ ધર્મoષ્ટ થઈ જાય છે અને સંસારસમુદ્રમાં ઘસડાય છે. સુજ્ઞનું કર્તવ્ય એ છે કે મનને નિરંકુશ કલ્પના કરવા દેવી નહિ, તેના પર ઉંચી તર્કશક્તિનો કાબુ રાખ. આવા વિદ્વાન વડીલના અંકુશતળે વિકસ્વર થયેલું મનરૂપ બાળક
ત્યારે મોટી ઉમ્મરનું થાય છે ત્યારે કૂર્મપુત્રની જેમ જગતમાં પ્રતિષ્ઠા મેળવે છે અને ખસુસ કરીને તેની વૃત્તિ અસ્તવ્યસ્ત સ્થિતિમાં રહેતી નથી. ૧૩
મન જેનું ખાય છે તેનું જ ખેદે છે. सुदुर्जयं ही ! रिपवत्यदो मनो, रिपूकरोत्येव च वाक्तनू अपि।।.. त्रिभिर्हतस्तद्रिषुभिः करोतु कि, पदीभवन् दुर्विपदां पदे पदे ॥१४॥
“મહામુશ્કેલીથી જીતી શકાય એવું એ મન શત્રુના જેવું આચરણ કરે છે, કારણકે તે વચન અને કાયાને પણ દુશ્મન બનાવે છે. આવા ત્રણ શત્રુઓથી કરાયેલ સ્થાને સ્થાને વિપત્તિઓનું ભાન થઈને શું કરી શકીશ?” ૧૪