________________
પરિચ્છેદ
મને વ્યાપાર–અધિકાર.
'
૧૭
સમજી શકશે કે એકવાર તેના સપાટામાં આવેલું માછલું પછી નીકળી શકતું નથી.
આપણે મનપર વિશ્વાસ રાખીએ અને પછી વાડજ ચીભડાં ગળવા માંડે ત્યારે કશે બચાવ કે ઉપાય રહેતું નથી, માટે ભાંગેલી ડાળ પર બેસવા વિશ્વાસ ન રખાય તેમ તેના પર વિશ્વાસ જ કરે નહિ. મન કુવિકલ્પથી - નેલી જાળ કેવી રીતે અને કેવે કે પ્રસંગે પાથરે છે તેનું સહજ દષ્ટાંત જેવું હેય તે પ્રતિક્રમણમાં મન કેવા કેવા દૂર દેશમાં મુસાફરી કરી આવે છે તે યાદ કરવું. આવી શુદ્ધ જગ્યામાં, શુદ્ધ આસન ઉપર, શુદ્ધ ગુરુ મહારાજની સમક્ષ પણ તે સખણું રહેતું નથી, માટે તેને શે વિશ્વાસ કરો ? ' .
મનનો વિશ્વાસ કરનાર નરકનાં દુખે ખમશે એટલું જ નહિ પણ અત્ર પણ તેનું એક કામ સિદ્ધ થઈ શકશે નહિ; માટે તેને વિશ્વાસ ન કરતાં તેને પિતાના કબજામાં રાખવું ૧૨ - મનને ફર રાક્ષસની ઉપમા.
' लब्ध्वापि धर्म सकलं जिनोदितं, सुदुर्लभं पोतनिभं विहाय च । मनःपिशाचग्रहिलीकृतः पतन् , भवाम्बुधौ नायतिदृग् जडो जनः॥१३॥
સંસારસમુદ્રમાં ભટકતાં મહા મુશ્કેલીઓ પ્રાપ્ત થઈ શકે તેવું, વહાણ જેવું, તીર્થંકરભાષિત ધર્મનાવ પ્રાપ્ત કર્યા પછી જે પ્રાણી મનપિશાચને તાબે થઈ તે નાવને તજી દે છે અને સંસારસમુદ્રમાં પડે છે તે મૂર્ખ માણસ ભવિષ્યમાં લાંબી નજર પહોંચાડનાર નથી.” ૧૩
: વિવેચન–તમે કઈ વખત દરીઆની મુસાફરી કરી હશે તો જણાશે કે દરીઓ એટલે વિશાળ, અગાધ અને લાંબે છે કે વહાણવગર તેને પાર પામી શકાય નહિ, તેમજ ભરદરીએ વહાણુ ભાંગ્યું હોય તે પાર પામી શકાય નહિ અને ગમે તેમ થાય તે પણ વહાણને તજી તે શકાય જ નહિં અને કઈ વહાણને તજી દે તે તેને મૂર્ખ સમજ. એવી જ રીતે સંસારસમુદ્ર છે, તેને પાર પામી દુ:ખને અંત કરી મેક્ષમાં જવું એ સર્વનું દષ્ટિબિંદુ છે અને તેને પાર પામવા માટે ધર્મનૈકાનું સાધન જોઈએ. ધર્મ એટલે આત્મસ્વરૂપમાં સ્થિરતા અને રમણતા એ અર્થ સમજ. એ ધર્મથી ભ્રષ્ટ કરવા મનપિશાચ હમેશાં આ જીવને પ્રમાદમદિરા પાઈને વિચારશૂન્ય અંધજે બનાવી દે છે, એને વશ જે પ્રાણું પડે છે તેને નથી રહેતે કાર્યકાર્યને વિચાર કે નથી રહેતું ફરજનું ભાન; અને કદાચ જરા ભાન હોય તો તે પણ ભૂલી જાય છે. આ સ્થિતિ હોય ત્યારે આત્મસ્વરૂપરમણતા તે હાયજી કયાંથી? એના પરિણામે પ્રાણી ધર્મભ્રષ્ટ થાય છે એટલે સમુદ્ર તરવાનું વહાણ તજી દે છે