________________
૧૧ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ છે.
મ નનનનનનનનનનનનનઝwwwજજનનનનન થનારાં સારાં ફળ પણ પ્રાપ્ત થતાં નથી). અહો અહો !! આ હતભાગી જીવ બિચારો શું કરે? (શું કરી શકે?” ૧૫ I !! ભાવાર્થ–મન વશ હોય તે અહીં ઇંદ્રાસન ખડું કરી શકાય છે, મેક્ષ સન્મુખ કરી શકાય છે, એટલે કે વશ મનવાળાને કાંઈ કાર્ય અશકય નથી. બીજી રીતે જેને મનપર અંકુશ નથી, જેનું મન અસ્થિર છે અને જેને મનમાં સંકલ્પવિકલ્પ થયા કરે છે તેને એક પણ કામ સાધ્ય થતું નથી. ચિદાનંદજી મહારાજ તેટલાજ સારૂ ગાઈ ગયા છે કે
બચન કાય ગોપે દદ ન ઘરે, ચિત્ત તુરંગ લગામ; તામે તું ન લહે શિવસાધન, જિઉ કણસુને દાન.
જબલગ આવે નહિ ઠામ " એટલે જ્યાંસુધી ચિતઘોડાની લગામ તારા હાથમાં નથી ત્યાં સુધી તને મોક્ષસાધન મળવાનું નથી. એવી જ રીતે શ્રીમદવિજયજી મહારાજ પણ સ્વકૃત જ્ઞાનસારમાં કહી ગયા છે કે
अंतर्गतं महाशल्यमस्थैर्य यदि नोध्धृतम् ।
क्रियौषधस्य को दोषस्तदा गुणमयच्छतः॥ અસ્થિરતારૂપી હદયગત મહાશલ્ય જે હદયમાંથી કાઢી નાખ્યું ન હોય તે પછી ક્રિયારૂપ ઔષધ ગુણ ન કરે તે તેને શે દેષ? આવી રીતે મનમાંથી અસ્થિરતા કાઢી નાખી તેને તદ્દન દઢ બનાવી દેવું જોઈએ. મનની વ.. તા, જડતા, શૂન્યતા અને અસ્થિરતા આ જીવને બહુ ફસાવે છે, અને વાત એમ છે કે જેવાતેવા વિચાર કરનાર પણ એ જીવ-અને વિચાર૫ર અંકુશ રાખનાર પણ એજ જીવ; તેથી જ્યાં સુધી અંકુશ રાખવાની જરૂરીઆત અને મનનું બંધારણ બરાબર સમજાયું ન હોય ત્યાંસુધી ઘણા જીવ તે એ વિષયપર ધ્યાન પણ આપી શક્તા નથી. આટલી હકીક્ત ઉપરથી જણાય છે કે મનને શુભ ચોગમાં પ્રવર્તવવાથી સ્વર્ગપ્રાપ્તિ થાય છે, વળી મનચાગને સર્વથા નિરોધ કરવાથી એક્ષપ્રાપ્તિ થાય છે અને મનને નિરકશ ચૂકી દેવાથી અધઃપાત થાય છે. આ ત્રણ નિયમ બરાબર ધ્યાનમાં રાખવા જેવા છે. મનને તદ્દન નિષેધ બહુ ઉત્કૃષ્ટ સ્થિતિએ થાય છે તેથી તે ઉંચી હદના અધિકારીઓ માટે છે. અત્ર આખા પ્રસ્તાવમાં મનમાંથી સંકલ્પવિકપ ઓછા કરવા અથવા અસ્થિરતા દૂર કરવી અને તેમ કરી મનને શુભ કાર્યોમાં દરવું એ બતાવ્યું છે. વધારે અધિકારી માટે શાસ્ત્રના વિશેષ ગ્રંથ છે . • ઉક્ત ન્યાયથી પરવશમનવાળા જીવને પુણ્ય થતું નથી, પાપે થાય છે