________________
પરિછેદ.
મને વ્યાપાર–અધિકાર.
૧૦૧
“દાન, જ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વિગેરે સર્વે મોનિગ્રહવગર નકામાં છે. કષાયથી થતી ચિંતા અને આકુળવ્યાકુળતાથી રહિત એવા પ્રાણીને મન વશ કરવું એ મહાગ છે. ” ૭
વિવેચન–દાન પાંચ પ્રકારનાં છે. કોઈ પણ જીવને મરણથી બચાવ તે અભયદાન, પાત્ર જોઈને યોગ્ય સમયે યોગ્ય વસ્તુનું ચોગ્ય રીતે દાન દેવું તે સુપાત્રદાન, દીન દુ:ખી જોઈને દયા લાવી દાન આપવું તે અનુકંપાદાન, સગાં સંબંધીઓને યથાગ્ય અવસરે યથાયોગ્ય અર્પણ કરવું તે ઉચિતદાન, અને પોતાનું નામ જાળવી રાખવા આબરૂ ખાતર દાન આપવું તે કીર્તિદાન. આ પાંચમાંથી પ્રથમનાં બે ઉત્તમ પ્રકારનાં હોઈને એક્ષપદ આપનારાં દાન છે અને બાકીના ત્રણ ભેગ ઉપભેગની પ્રાપ્તિ આદિ ફળ આપે છે.
જ્ઞાન એટલે શાસ્ત્રનું અધ્યયન, અધ્યાપન, શ્રવણ, મનન વિગેરે. ધ્યાન એટલે ધર્મધ્યાન, શુકલધ્યાન વિગેરે. તપ એટલે બાર પ્રકારનાં કર્મને તપાવનાર નિર્ભર કરનાર તપ.
પૂજા એટલે ત્રણ, પાંચ, આઠ, સત્તર, એકવીશ, એકસો આઠ વિગેરે ભેદયુક્ત દ્રવ્યપૂજા.
' આ સર્વ વસ્તુઓ–આ સર્વ બાહ્ય અનુષ્ઠાને સારાં હોય છતાં પણ જે મન તાબે ન હોય તે બધાં નકામાં છે. ઉપરના શ્લોકમાં કહ્યું કે મને નિગ્રહવગર યમનિયમ નકામા છે. અત્ર બાહ્ય અનુષ્ઠાનેનું વ્યર્થપણું બતાવે છે. ચે
ખા શબ્દોમાં કહે છે કે જેને મન વશ નથી તેનું ભણવું, તપ કરવું કે વરઘોડા ચડાવવા વિગેરે બાહ્ય આડંબર લગભગ નકામાજ છે.
માટે ઉત્તમ અનુષ્ઠાને સાથે મનને વશ રાખતાં શીખવું એ બહુ જરૂરનું છે. જે મનમાં કષાય ન હોય એટલે કે કષાયથી મનમાં જે ચિંતા અને આકુળવ્યાકુળતા રહે છે તે ન હોય તેવા શુદ્ધ થયેલા પ્રાણુને પિતાનું મન વશ રાખવું એ “રાજગ” છે, અથવા વેગની પરિભાષામાં કહીએ તો એ “સહજ
ગ” છે. અત્રે ઉદ્દેશ ને ઉપદેશ એટલો જ છે કે મનમાં જે ખોટા સંકલ્પ વિક થાય છે તેને દૂર કરી નાખે અને મનને એકદમ અંકુશમાં રાખે. એને છૂટું મૂકવું એ નુકશાનકારક છે, ભયભરેલું છે, દુઃખશ્રેણીનું કારણ છે. ૭
અવળા મનથી થતી હાનિ. पूतिश्रुतिः श्वेव रतेर्विदूरे, कुष्टीव संपत्सुदृशामनर्हः। श्वपाकवत्सद्गतिमन्दिरेषु, नात्प्रवेशं कुमनोहतोऽङ्गी ॥८॥ “જે પ્રાણીનું મન ખરાબ સ્થિતિમાં હોવાથી સંતાપ પમાડ્યા કરે છે