________________
૧૦૨ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ભાગ ૩ જે.
દામ ==== === ==== = == ==== =×=== ==== તે પ્રાણી કૃમિથી ગંધાતા કાનવાળા કૂતરાની પેઠે મોજમજાથી બહુ દૂર રહે છે, કઢીઆની પેઠે લક્ષમીસુંદરીને વરવાને અયોગ્ય થઈ જાય છે અને ચંડાળની પિઠે શુભગતિમંદિરમાં પ્રવેશ કરવાને લાયક રહેતું નથી.” ૮
વિવેચન–અસ્થિર મનવાળા માણસે મેજમજા, પૈસા કે સારી સેબત પામી શક્તા નથી. આખા શરીરે ખસ નીકળી હોય, શરીરે અને કાનપર ગંડેલા લાગેલા હોય, ખરજ આવતી હોય એવા શ્વાનને બિચારાને કેઈ ઠેકાણે પણ ચેન પડતું નથી–આવી જ સ્થિતિ અસ્થિર મનવાળાની થાય છે. જેને મન વશ ન હોય તેઓ આ બરાબર અનુભવી શકશે. જરા વાંચે –ટપાલ આવી, કાગળ ફેક્યો, વાંચે, લખ્યું છે કે પુત્રને એકદમ સખત મંદવાડ થઈ ગયે છે અને જલદી તેડાવે છે. ટ્રેન મળવાને ૧૦ કલાની વાર છે અને તરતજ ઉક્ત શ્વાનની પેઠે ખરજ આવવા માંડે છે. તારઉપર તાર છૂટે છે, ડાકટરની સલાહ લેવા દેવાય છે, આંખમાં આંસુની ધાર ચાલે છે, મનમાં ઉકળાટ ઉકળાટ થઈ જાય છે, ખાવું ભાવતું નથી, પુત્રનું અશુભ થયું હશે એવો વિચાર આંખ આગળ ખડા થાય છે. આ સર્વ કેને? પરવશ મનવાળાને. કર્મસ્થિતિ સમજનાર, ભાવપર ભરોસે રાખનાર–મનપર અંકુશવાળાં પ્રાણીનું હૃદય ફરકતું નથી. છતાં ખૂબી એ છે કે એની લાગણું બુઠી થઈ જતી નથી. લાગણી રહે છે. અને વસ્તુસ્થિતિનું ભાન બરાબર તાદાભ્ય બની રહે છે. તે ટ્રેનમાં જાય છે ખરે, પણ બિચારા પરવશ જીવને ગામ પહોંચતાં વૈદ્રધ્યાનની ધારા ચાલે છે ત્યારે આપણે સ્વવશ મનવાળે વિર કર્મવિપાકની વિચારણામાં લીન થઈ નિર્જરા કરે છે. આ સર્વે અનુભવસિદ્ધ છે; પણ ગ્ય સમયે મન પર જય કરે એમાંજ રાજવટ છે, વાત કરવામાં કાંઈ સાર નથી.
કણ રેગવાળાને જેમ કેઈ સુંદરી વરતી નથી તેમજ પરવશ મનવાળાને સંપત્તિ વરતી નથી. લક્ષ્મીની પાછળ પડનારને તે મળતી નથી અને મળે છે તે થોડા વખતમાં નાશ પામે છે. ડરબીની ફૈટરીમાંથી એકદમ પિસાદાર થવાની ઈચ્છાવાળાએ દશ રૂપિયાની ટીકીટ લીધી, મનમાં થયું કે જે દૈવગે આ વખત ઘેડે લાગી જાય તે રૂપિયા ચાર લાખ મળે, તેમાંથી બેરી પરણું, બંગલે બંધાવું, વ્યાપાર કરૂં, નાચરંગ મજા ઉડાવું વિગેરે. આવા વિચાર કરનારને લક્ષ્મીસુંદરી કેમ મળે? અને મળે તે વૈરભાવે મળે એટલે થોડે વખત આનંદ આપી ચાલી જાય અને પરિણામમાં દુઃખશ્રેણી મૂકતી જાય.
જેમ ચંડાળ ઉત્તમ મનુષ્યના મંદિરમાં પ્રવેશ કરી શકતો નથી તેમ પરવશ મનવાળો માણસ સદગતિમંદિરમાં જઈ શકતા નથી. આથી કરીને તેને