________________
પરિચ્છેદ.
ઈંદ્રિય પરાજય—અધિકાર.
~~~~~
૮૯
મધુબિંદુનું દૃષ્ટાંત.
कश्चित्काननकुञ्जरस्य भयतो नष्टः कुबेरालयः, शाखासुग्रहणं चकार फणिनं कूपेत्वधोदृष्टवान् । वृक्षो वारणकम्पितोऽथ मधुनो बिन्दूनितो लेढि स लुब्धश्वामरशब्दितोऽपि न ययौ संसारसक्तो यथा ॥ ३८ ॥
કાઇ પુરૂષ વનમાં ગયા ત્યાં એક હાથીને જોઈ તે ભય પામ્યા એટલે કૂવાઉપર વડલાની વડવાઈ લટક્તી હતી તે ગ્રહણ કરી કૂવામાં ટીંગાઇ રહ્યો. કૂવામાં નીચું જોવા લાગ્યા તા ચાર મોટા સર્પ ( અજગર ) આંટા મારતા જોયા, અને ઉપર જોયું તે પાતે જે વડવાઈ ઝાલી રાખી છે તેને એક ધેાળા તથા કાળા એમ બે ઉંદર કાપી રહ્યા છે. તથા જે વડવાઈ ઝાલી છે તે વડવાઈ વાળી ડાળી ઉપર એક મધપુડા રહેલા છે. ત્યારબાદ હાથી આવીને વડને હલાવા લાગ્યા એટલે મક્ષિકાએ ઉડી અને પેલા લટકતા પુરુષને કરડવા લાગી તેમજ મધપુડો ફૂટયા એટલે મધનાં બિંદુએ માથા ઉપરથી થઇને હાઠ ઉપર આવ્યાં તે જીભથી ચાટયાં તેથી સારી મીઠાશ આવી. વારંવાર પડતાં મધ હિંદુઓને ચાટવા લાગ્યા. તે વખતે આકાશચારી કેાઈ એક વિદ્યાધરે તે કૂવામાં લટકતા પુરુષને કીધું કે હે ભાઈ ! હું તુંને વિમાનમાં બેસાડી મારી સાથે લઇ જાઉં અને આ દુ:ખમાંથી છેડાવું, માટે મારી સાથે સાથે ચાલ. આવા શબ્દો વિદ્યાધરના સાંભળ્યા છતાં મધમાં માહિત થવાથી તે વિદ્યાધરને તેણે ના પાડી. ૩૮
( ..)
*ઉપનય—સંસારીજીવરૂપ પુરુષ ચૌદરાજલેાકરૂપી વનમાં ભમતાં કાળરૂપ હાથીને ભાળીને સંસારરૂપ કૂવામાં આયુષ્કર્મની પ્રકૃતિરૂપ વડવૃક્ષની ડાળને પકડીને રહ્યો છે તે કૂવામાં ચારગતિરૂપ માટા ચાર અજગર ( સર્પ ) ડાચું ઢ્ઢાડીને રહ્યા છે. પકડેલી ડાળને પશુ દિવસ અને રાત્રિરૂપી ધેાળા અને કાળા ઉંદર કાપી રહ્યા છે. વળી તે આયુષ્યરૂપ વડવૃક્ષને કાળરૂપી હાથી ઉખેડવા લાગ્યા છે. તે વૃક્ષની ડાળઉપર પાંચ ઈંદ્રિયાના વિષયરૂપ મધપૂડામાંથી તેના ભાગીદાર સ્વજન કુટુંબરૂપ મક્ષિકાએ અનેક પ્રકારની ઉપાધિરૂપ ચટકા ભરે છે તથાપિ વિષયરૂપ બિંદુના સ્વાદમાં તે સંસારીજીવ એવા લલચાયા છે કે તેને સંત મહાત્મારૂપ વિદ્યાધર પુરુષ ધર્મરૂપી વિમાનમાં બેસાડી સ્વવા અપવરૂપી મેહેલમાં લઇજવાને દયાભાવથી કહી રહ્યા છે તાપણુ વિષયરૂપ મધપુડામાંથી પડતા બિંદુના સ્વાદ તે જીવ છેાડી શકતા નથી અને ધરૂપ વિમાનમાં બેસી શકતા નથી. તેને તે સ્વા. દમ કાળરૂપ હાથી આયુષ્યરૂપ વડવૃક્ષને ઉપાડી નાંખશે ત્યારે સંસારીજીવ ચારગતિરૂપ જે અજગરા છે તેમાંથી એકના મુખમાં પડી રીખાશે. આવી રીતે આ જીવને અનંતકાળ થયાં તેથી તેવાં ને તેવાં અનંત મરણુ પણ થયાં છે તાપણ તે બિંદુના સ્વાદ હજી સુધી છેડી શકતા નથી તે આશ્ચર્યાં છે. ૩૮
૧૨