________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
રામ
ગીમાં પણ નહિ જેએલ સુંદર અને મનમોહક વસ્તુઓથી ગ્રહ શણગારેલું જોઈ રણજીતસિંહનાં હૃદયમાં શંકારાક્ષસીએ ઘર ઘાલ્યું.
અનુક્રમે વિચારમાળાના મણકા ફેરવવામાં તે એટલે બધે વ્યાધિગ્રસ્ત બની ગયો કે તેના સુંદર ચહેરા૫ર શ્યામતાને રંગ છવાઈ રહ્યો. અહાહા!!! મારી સ્ત્રીને પરદેશ જતી વખતે પિટમાં પૂરું ખાવામાટે અનાજ પણ હું મુકી ગયો ન હતો. એટલું જ નહિ પરંતુ ઘરમાં બે ચાર પિતળના લેટા અને પાણીના ઘડા સિવાય કાંઈપણ હતું નહિ. છતાં અત્યારે આ બધું હું શું જોઉં છું? ખરેખર કેઈ ધનાઢય ગૃહસ્થ સાથે આ સ્ત્રી જુઠા પગારમાં સપડાએલી હેવી જ જોઈએ. અને તેથી જ આ બધી સામગ્રીઓ સંપાદન કરી લાગે છે. આવી રીતે જળતરંગોની માફક આંતરિક ઉર્મિઓ અંતરમાંજ શમાવી દઈ ચિંતારૂપી ચિતામાં તે પોતાના શરીરની આહુતિ આપવા લાગ્યું. તેવામાં મૃગને આવવાનો ટાઈમ થઈ જવાથી કસ્તુરીની લાલચે હાથમાં સારંગી લઇ એકદમ લાલબા અગાશી પર ચડી ગઈ, અને સુંદર સ્વરથી સંગીત લલકારવા લાગી. મૃગ તો ક્યારનેએ આવી પિતાની જગ્યાઉપર મધુર સ્વરનું શ્રવણ કરવાની તીવ્ર ઈચ્છામાં લાલબાની વાટ જેતે બેસી રહ્યો હતે. તેને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાથી હર્ષાનંદની સાથે તે મધુર સ્વરનું શ્રવણ કરવા લાગ્યા.
- ગૃહકામ પડતાં મુકી લાલબા પિતાના કોમળ કરમાં સારંગી લઈ એકદમ અગાશી પર ચડી ગાયન કરવા લાગી. તેથી રણજીતસિંહના હદયપટની અંદર અગ્નિમાં ઘી હોમાવા જેવું કાર્ય બન્યું. પોતાની શંકાને આ કાર્ય સહાનુભૂતી અપિ, તેથી ક્રોધાધિન થઈ સ્ત્રી હત્યા કરવાના દ્રઢનિશ્ચયથી હાથમાં તીરકામઠું લઈ અગાશી પર ચડયો. ચડતાવેંત જ રણજીતસિંહની નજર પેલા મૃગ ઉપર પડી તેથી સ્ત્રી હત્યા કરવાના બદલામાં મૃગહત્યા કરવા તેનું મન લલચાયું. સત્વર તીર ફેંકયું, અને મૃગ ઘાયલ થઈ પૃથ્વિ પર ઢળી પડયે. અકસ્માતું રંગમાં ભંગ પડેલો જોઈ લાલબા ગાભરી બની ગઈ; અને પોતાને ઉપકારી એક નિરાધાર ત્રણભક્ષણ પ્રાણુ પર આવો ત્રાસદાયક જુલમ ગુજારનાર કેશુ? એમ ધારી ચોમેર દ્રષ્ટિ ફેરવવા લાગી. સારંગી અને લાલબાને મધુર સ્વર બંધ પડવાથી મૃગ લાલબાને સંબોધી કહેવા લાગ્યું કે
વાય વાય મમ ખંચકર, જે શિર ધરણી ઢલંત,
વિંધ્યા સેહી વિધીયા, અણુવિદ્યા બાલ ચરંત. લાલબા! એ દયાળુ લાલબા!! તું તારો સારંગી સહિત મધુર સ્વર ચાલતેજ રાખ. જ્યાં સુધી મારૂં શિર ધરણી પર ઢળે નહિ ત્યાં સુધી આ તીર