________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૩ જે.
દશમ
વાચાળ વિષે.
ઉપજાતિ વૃત્ત. (૭-૮ ) વાચાળ જે વાદ વૃથા થાપે, તથાપિ તે સત્ય કરી જ આપે; ભરી સભામાં શત વાર ભૂલે, તથાપિ જીભે કદિ ના કબૂલે. વાચાળણું હેડ કદી ન કીજે, જાદૂગરથી બળ બાંધિ બીજે; સુજે ન તેના સઘળા શિરસ્તા, વિચિત્ર તેના છળની વ્યવસ્થા.
નફટ–પશુ. મનહર છંદ. (૯ થી ૧૧ ) લાજ વિના રૂપ રંગ હોય તેય રાખરૂપ, લાજ વિના ધૂળ જેવાં રથતા વદાન છે, લાજ વિના વિનય વિચાર રહિ શકે નહિ, લાજ વિના મેટાઈનું ખોટું અભિમાન છે.
૮ કેશવ ) લાજ વિતી નામ ઠામ લેકમાં ન રહે ભાર, લાજ વિના જગતમાં જ્યાં જુઓ ત્યાં જાન છે; કેશવ કહે છે સાચી લાજ એજ મોટી વાત એક લાજ વિના નર પશુની સમાન છે. ૯ ફકડને પકડવા શાણે સરદાર જતાં, નાડું છુટયું કિડનું ત્યાં પેલે પોકારે છે; ફકડ કહે તું મને બાપ કહે તેજ બાંધું, નહિ તે ન બાંધું તેની શરમ તે તારે છે, મનાવતાં બીજી રીતે માને નહિ તેનું મન, બાંધ બાપ નાડું અંતે એમ તે ઉચારે છે, દાખે દલપતરામ દેખી ત્યાં એ દાખલાથી, નિરલજ જીતે અંતે લાજવંત હારે છે. ૧૦ કાશી કેરા પંડિતની સાથે સભાવિષે વાદ, વધવાને ઉઠો ઠગ મૂરખ ઠગાઈથી; હુંકારા ટુંકારા કરી તાડુકી તાડુકી તે તે, તજી લાજ શરમને બે તોછડાઈથી,
}(દલપત) પંડિત તે તેના સામો એકે બેલ બે નહિ, રહ્યો સાંભળીને સર્વ રૂડી ગંભીરાઈથી;
દલપત)
- ૧ દલપતકાવ્ય ભાગ ૧,