________________
સી.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ ન. સપ્તમ ૧ જિનમતને વિષે કુશળતા, ૨ શ્રી જિનશાસનની પ્રભાવના, ૩ ગીતાર્થ મુનિ તથા તીર્થની સેવા, ૪ દેવ, ગુરૂ તથા સિદ્ધાંત ઉપર ભક્તિ અને ૫ જૈનધર્મને વિષે દઢતાએ પાંચ ગુણે સમ્યકત્વને વિભૂષિત કરે છે, તેથી તે પાંચ સમ્યકત્વનાં ભૂષણ કહેવાય છે. ૮.
સમ્યકત્વનાં પાંચ લક્ષણે. स्युः पञ्च राजनिह लक्षणानि, निरन्तरायोपशमः समन्तात् ।। संवेगरङ्गः करुणाभिषङ्गो, निर्वेद आस्तिक्यमतिस्तथा या ॥९॥
1 સર્વ પ્રકારે અંતરાયરહિત ઉપશમ રાખવે, ૨ સંવેગ (વૈરાગ્ય)ને રંગ ધારણ કરે, ૩ સર્વ જીવઉપર (દ્રવ્ય તથા ભાવ) દયા રાખવી, ૪ નિર્વેદસંસારતરફ ઉદાસી ભાવે રહેવું અને ૫ દઢ આસ્તા–હે રાજા, એ પાંચ સમ્યવનાં લક્ષણે છે. ૯.
સભ્યવની છ યતનાઓ. कुतीथिकानां च कुदेवतानां, कुतीर्थिकैराश्रितजैनमूर्तेः । सम्भाषणाहारसुगन्धिदानस्तुतिप्रणामालपनं न कार्यम् ॥ १० ॥ ૧ કુતીર્થિક–અન્યતીથીઓ, તેમના દે તથા અન્યતીથીઓએ ગ્રહણ કરેલી જેન પ્રતિમાને વંદન કહેતાં હાથ જોડવા નહીં ૨ અને નમન એટલે મસ્તક નમાડવું નહીં ૩ તેમને ગુર્વાદિબુદ્ધિયે આહારપાણી આપે નહીં ૪ તેમને દેવાદિ બુદ્ધિયે પુષ્પાદિ ચડાવવાં નહીં ૫ અને તેમની સ્તુતિ કે તેમની સાથે પ્રથમ બેલિવું નહીં ૬ તેમની સાથે વારંવાર ભાષણ કરવું નહિ. એ સમ્યકત્વની છ યતના કહેવાય છે. ૧૦.
સમ્યકત્વને છ–આગાર. राजाभियोगोऽथ गणाभियोगो, बलाभियोगश्च सुराभियोगः। कान्तारवृत्तिगुरुनिग्रहो वा, आकारषट्कं जिनशासनेऽदः ॥ ११ ॥
૧ રાજાભિગ–રાજાના કહેવાથી કરવું પડે તે, ૨ ગણુભિગ–ઘણાં લેઓના કહેવાથી કરવું પડે તે, ૩ બલાભિગ–બલવાન ચોરાદિકના કહેવાથી કરવું પડે તે, ૪ સુરાભિગ–દેવતાદિકના હઠથી કરવું પડે તે, ૫ કાંતારવૃત્તિઆજીવિકા માટે કરવું પડે છે અને ૬ ગુરૂનિગ્રહ-માતાપિતા, વગેરે વડિલેના કહેવાથી કરવું પડે તે એ સમ્યકત્વના છ આગાર કહેવાય છે. એટલે પોતાની મરજી ન છતાં લાચારીથી તેમના કહેવાથી કરવામાં આવે તેના એ છે આગાર છે. ૧૧.