SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે સપ્તમ મટી બુમાબુમ થઈ; શોધાશોધ થઈ; પોલીસને જાણ કરવામાં આવી; બીજી સવારે બાળકનું શબ કૂવામાંથી પોલીસને હાથ આવ્યું; અને પિલીસે તે બાળકના પિતા શેઠ સુમતિચંદ્રને બતાવતાં તેણે પોતાના બાળકનું શબ ઓળખ્યું, પણ તે ઉપરનો અમૂલ્ય પોષાક, દાગીના, ઝવેરાત વિગેરે ગૂમ થયેલું દીઠું; તે ઝવેરાતનું વર્ણન પોલીસને બરાબર આપવામાં આવતાં પોલીસે તે ઉપરથી તે ઉઠાવગીર બદમાસ ખૂનીને પકડી લાવી, શેઠની સાથે શહેરના રાજા પાસે કચેરીમાં ખડે કર્યો અને કહ્યું કે “ખુદાવિંદ નામદાર મહારાજાધિરાજ! આ શેઠના બાળકનું, દાગીનામાટે ખૂન કરનાર, આ ખૂનીને આ મુદ્દામાલસહિત અમે આપની પાસે રજુ કરીએ છીએ, હવે જે હુકમ હોય તે ફરમાવો;” રાજા અદલ ન્યાયી, અને દીર્ધદષ્ટિએ પૂર્વાપર બરાબર વિચાર કરનાર હોવાથી હુકમ કર્યો કે, “આ બાળકનું ખૂન એના પિતાએજ કરાવેલ છે, અને તેણે મેહવશ થઈ ગફલતમાં પડીને આ ખૂનીને તે બાળકનું ખૂન કરવાની તક આપી છે, માટે તે ખૂનીની સાથે તે બાળકના પિતાને પણ એકજ બેડીમાં બન્નેના એકેક પગ સાથે રાખીને જન્મપર્યત કેદખાનામાં રાખે, કે જેથી કરી એવા ખૂન કરનાર, તથા કરાવનાર, અજ્ઞાની મૂખ, મૂઢ પ્રાણીઓને સખત દાખલે મળે.” આ ચુકાદા પ્રમાણે શેઠ પિતાના બાળકના ખૂન કરનારની જ સાથે અતિ પશ્ચાત્તાપૂર્વક ઉદાસીનપણે લાચારીએ કાળ કાઢવા લાગ્યા. ઉપનય–આ ઉપલા દષ્ટાંતઉપરથી વિવેકી વિચક્ષણ જેને તુરત સમજી શક્યા હશે, કે અનંતા ગુણોથી ભરપૂર આત્મારૂપી બાળકને, અશુદ્ધ ઉપયોગવંત પ્રાણ પિતાએ, અજ્ઞાન, મેહ અને મિથ્યાત્વરૂપ અનાદિકાળના ચઉગતિભ્રમણરૂપ રમત, ગમત અને બાળકડારૂપ બળેવના મેળામાં આત્માને બેભાનપણે એકલે અરક્ષક મૂક્યો; જેને પરિણામે દુષ્ટ મેહના દુષ્ટ સામંત મહા લેભે તે બાળકને અંત આણ્ય; માટે જ કર્મપરિણામ રાજાએ તે પિતાને તેની ભૂલ માટે તેના ખૂની લભ એટલે પરપુલિક મમતા, તૃષ્ણની સાથે એકજ શરીરરૂપ એડીમાં એકત્રપણે સાથે રહેવા અને સાથે સુખદુઃખ ભેગવવા હુકમ ફરમા; હવે જેમ તે બાળકના પિતાને પોતાના બાળકના ખન કરનાર પિતાના મહા અપરાધી પક્કા શત્રુ ખૂની બદમાસની સાથે જેવા મનથી રહેવું પડે છે તથા તે બદમાસની મરજીને આધીન થઈને આહાર, પાણી, પેસાબ વિગેરે કરી શકે છે, પણ મનમાં આ બલ્લામાંથી ક્યારે ટું, અને આ બદમાસનું મુખ મારે કદી પણ જેવું ન પડે, એમ જેમ તે શેઠ બેડીમાં પડયે શકે, પોતાની ભૂલને નિંદતે થક, ખરા છુટકારાના સુખને ઈચ્છે છે, તેવી જ રીતે આ સંસારિક ખાન, પાન, વ્યાપારાદિ પાપજનિત આરંભ પરિગ્રહવંત ગૃહપાશરૂપ બેડીમાં મેહરૂપ ખૂની-બદમાસ સાથે રહ્યા છતાં પણ, તેને અં. તરથી અત્યંત તિરસ્કાર કરતાં થકાં સમ્યગ્રષ્ટિ જીને પણ મેહને આધીન કદાચ મન વિના પિતાના ધર્મસાધનની મતલબ સાધવા માટે વર્તવું પડે છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy