________________
પરિચછેદ. સમ્યવ-અધિકાર.
૨૯ કલ્પી તેને તે પ્રકારે નિશ્ચય કરે છે, પરંતુ સંસારમોક્ષ જેવા અગત્યના વિષયમાં આવી ભ્રમણાથી જેમ બને તેમ તુરત મુક્ત થવું એ દરેક જેનને આવશ્યક છે –
આ શંકા:–આ સ્થળે એવી શંકા આવવી સંભવિત છે કે વસ્તુ સ્વરૂપને સંપૂર્ણ નિશ્ચય તો કેવળ જ્ઞાનવિના થઈ શકે તેમ તે નથી, તે પછી મિથ્યાદર્શનનો ત્યાગ, અને વસ્તુસ્વરૂપને સદ્દનિશ્ચય કેમ થઈ શકે ? એનું સમાધાન આ પ્રમાણે છે –પદાર્થનું જ્ઞાન અજ્ઞાન અથવા વિપરીત જ્ઞાન તે જ્ઞાનાવરણીયના ક્ષયપશમ ઉપર આધાર રાખે છે, પરંતુ સમ્યગ્દર્શનનો આધાર તે શાસ્ત્રકારે દર્શન મેહનીય કમના ક્ષપશમ ક્ષાયક તથા ઉપશમ ઉપર રાખેલ છે. મોક્ષમાર્ગમાં પ્રજનભૂત પદાર્થોનું યથાર્થ અથવા અયથાર્થ જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને, અવલંબી રહેલું છે; જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી પ્રગટ થયેલું જ્ઞાન સમ્યદૃષ્ટિના અભિધાનને પ્રાપ્ત કરાવી શકતું નથી. માત્ર પ્રજનભૂત પદાર્થોનું જ્ઞાન સમ્યગ્દષ્ટિના અભિધાનને પ્રાપ્ત કરી શકે છે; અલબત, સમ્યકત્વ પ્રાપ્તિમાટે જ્ઞાનાવરણીયના પશમની અપેક્ષા છે, પરંતુ તેટલે તેટલે પશમ તે સર્વ પંચેંદ્રિય જીને હેયજ છે; દર્શનમેહ વ્યતીત થવામાટે જ્ઞાનાવરણીય કમને ક્ષયે પશમ સમ્યકત્વ પ્રાપ્તિ માટે શાક્ષાત્ હેતુભૂત થતું નથી; દ્રવ્યલિંગી મુનિ અગિયાર અંગપર્યત ભણે તેપણ તે જ્ઞાન પ્રયજનભૂત પદાર્થોના શ્રદ્ધાનરહિત હોય તે મિથ્યાજ છે; અને સંક્ષિતિર્યંચાદિકના જ્ઞાનાવરણીય પશમ ન્યન હોય તે પણ પ્રજનભૂત પદાર્થોના શ્રદ્ધાનસહિત હોવાના હેતુથી તે સમ્યગ્દર્શનના હેતુભૂત જ છે. આ ઉપર જ્ઞાની મહારાજ કહે છે કે
સમક્તિ વિણ નવ પૂરવી, અજ્ઞાની કહેવાય; સમક્તિ વિણ સંસારમાં, અરહે પરહો અથડાય. સમકિત અડપવયણ ઘણું, પણ જ્ઞાની કહેવાય;
અદ્ધ પુદગલ પરાવતમાં, સકલ કરમ ક્ષય જાય. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમને અનુસરીને શ્રદ્ધાનની પ્રાપ્તિ નથી; દર્શન મેહના ઉદયથીજ મિથ્યાદર્શન, અને તેના વિલયથી પ્રજનભૂત પદાર્થોનું શ્રદ્ધાન અથવા સમ્યકત્વ પ્રાપ્ત થાય છે; આ જગતમાં પ્રજનભૂત પદાર્થ માત્ર એકજ અને તે એજ કે સુખનો વેગ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ; તે સિવાય સર્વ કઈ પદાર્થ અપ્રજનભૂત અને નિષ્ફળ છે; તે પ્રજનભૂત વસ્તુની સિદ્ધિ માટે જીવઅજીવ આદિના સત્ય શ્રદ્ધાનની જરૂર છે, કેમકે જ્યાં સુધી પોતે કોણ છે, અને પર કોણ છે, એ જણાયું નથી, ત્યાંસુધી સુખને ઉપાય કોને વાસ્તે શેધાય? મિથ્યાત્વના ગે આત્મા અને કર્મને સંગ તે બંધ, અને બંધનું કારણ આશ્રવ, ને આશ્રવનો અભાવ તે સંવર, અને કથંચિત્ કમને અભાવ તે નિજજર, અને સર્વથા, કર્મને અભાવ તે મોક્ષ, એમ પરંપર અવલંબનબૂત ઉત્તરોત્તર,