SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ २८ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સપ્તમ શ્રદ્ધા અને માન્યતા એ છે કે એક જ વસ્તુની કળાએ છે, તથાપિ પ્રથમ ઉત્કૃષ્ટ અને બીજી નિકૃષ્ટ પંક્તિની છે, શ્રદ્ધાન એ માન્યતા પરિપાક છે, તે મનુષ્યમાંથી દેવત્વ અને દેવત્વમાંથી ઈશ્વરત્વ પ્રગટ કરી શકે છે, જ્યારે માન્યતા ફક્ત મનુષ્યના મનને અમુક પ્રકારને ભાવજ સૂચવે છે અને કઈ પણ પ્રકારના સ્પષ્ટ ફળને પ્રગટ કરી શકતી નથી. શ્રદ્ધાનનું રૂપાંતર તેને અનુરૂપ કાય વહેલું થાય જ છે, પણ માન્યતા પ્રાયઃ સર્વ કાળ એકસરખી જ રહે છે. વસ્તુ સ્વરૂપ જે પ્રકારે શાસ્ત્રકારે કહ્યું છે, તેને તે પ્રકારે શ્રદ્ધવામાં અને માનવામાં વિશાળ અંતર છે, શ્રદ્ધાન થતાંની સાથે જ પર્યાયજ્ઞપ્તિ વિલય થઈ સ્વરૂપજ્ઞપ્તિમાં સ્થિતિ થાય છે, અર્થાત્ “હું શરીર નહિ પણ આત્મા છું,” એવું અંતરના ભાગમાં મનાય છે, જેવી અડગ શ્રદ્ધાથી “મારું નામ અમુક છે” “હું અમુકનો પુત્ર .” “હું અમુક ગામને રહીશ છું,” એમ મનાય છે, તેવી જ અડગ શ્રદ્ધાથી હું આ ત્મા છું, મારું સ્વરૂપ પુદ્ગલસમૂહથી અત્યત ભિન્ન છે, એમ માનવું જોઈએ. મન, બુદ્ધિ, ઇન્દ્રિય, વગેરેમાંથી મમત્વબુદ્ધિને વિલય શ્રદ્ધાન ઉદયન સાથે થેજ જોઇએ અને તેમ ન થાય તે ચતુર્થ ગુણસ્થાનકમાં લાવી રેપનાર શાસ્ત્રકારની પ્રશંસાને વિષય તે શ્રદ્ધાન નથી પરંતુ આપણા મનમાં કપાયેલું માત્ર માન્યતાનું નિકૃષ્ટ પંક્તિનું સ્વરૂપ છે, એમ સમજવું જોઈએ, સર્વજ્ઞ પ્રભુએ જે સ્વરૂપ દર્શાવેલું છે તે તેજ પ્રકારે અચળ શ્રદ્ધાથી ગ્રહણ કરવું તેનું નામ શ્રદ્ધાન છે, “હું આત્મા છું, જડથી અસંગ છું. મારું અને પુલનું સ્વરૂપ એકબીજાથી અત્યંત ભિન્ન છે,” એમ શાસ્ત્રકાર આપણને શ્રદ્ધાન કરાવે છે, એ વાક્યનું જે આપણને શ્રદ્ધાન થાય તો આપણા જીવનને કમ આ ક્ષણથી જ તદ્દન ફરી જઈ નવજીવનમાં પ્રવેશ થ જોઈએ. જે મમત્વ બુદ્ધિ શરીર, મન, બુદ્ધિ, અને ઇન્દ્રિયાદિકમાં હતી; તે તેમાંથી ઉઠી જઈ પોતાના સ્વરૂપમાં લઈ પામે, અર્થાત્ હું આત્મા છું એમ શ્રદ્ધાન થતાંની ક્ષણથી જ મનાય છે, પરંતુ ઉપરોક્ત વાતની જે માન્યતાજ બંધાય, તે તેથી આપણું જીવનમાં કશે મહત્ત્વનો ફેરફાર થતો નથી. જીવ અને પુલ ભિન્ન હોય તો હવેથી હું તેમ માનીશ. જેમ જગત ઉપરની અનેક વસ્તુઓ અમુક અવસ્થાએ અવસ્થિત છે, એમ માનવામાં મને લેશમાત્ર હાનિ લાભ નથી, તેમ જીવ અને જડ જૂદા હોય તે પણ મને તેમ માનવામાં કશેજ લાભ કે હાનિ નથી, અહીંથી મંગળ ગ્રહ પાંચસો કેશ દૂર આજે મનાતે હોય અને કાલે કંઈ વિજ્ઞાનશાસ્ત્રી પાંચ લાખ કેશ દૂર હોવાનું સાબીત કરે, તે જેમ તે ગ્રહ પાંચસે અથવા પાંચ લાખ કેસ દૂર હોવાનું માનવામાં મને લાભ કે હાનિ નથી તેમ જડ અને જીવ જૂદા હોય તેમ માનવામાં પણ મુને નુકશાન નથી. આવા પ્રકારની નિજીવ અને પાકેલ મેન્યતાને શાસ્ત્રકારે કરેલા શ્રદ્ધાન સાથે કશો સંબંધ નથી, અને તેમ છતાં આજે જનસમાજની દૃષ્ટિએ શ્રદ્ધાનનું સ્વરૂપ ઉપર જણાવી ગયા તેવી માન્યતાવાળું થઈ પડયું છે, મનુષ્યનો મેટે ભાગવતું સ્વરૂપને પિતાની બુદ્ધિનાં ધોરણ ઉપર
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy