________________
પરિચ્છેદ.
સમ્યકત્વ-અધિકાર.
“ સવાર્થશ્રદ્ધાનું સમ્પર્શન” એ પ્રમાણે આપી છે, એટલે કે તત્ત્વાર્થનું શ્રદ્ધાન એજ સમ્યગ્દર્શન છે, પદ્મા જે અવસ્થાએ અવસ્થિત છે, તેના તેવાપણાને જણાવવાને તત્ત્વ કહેવામાં આવેછે, અને તેને જે નિશ્ચય કરવામાં આવે તેને અથ કહેવામાં આવેછે, એ ઉભયના સમુચ્ચય સ્વરૂપને તત્વાર્થ સત્તાથી એળખવામાં આવેછે, તાત્પર્ય એ છે કે જે પદાર્થ જે રૂપે અવસ્થિત છે, તેને તેવા પ્રકારે ગ્રહણ કરવામાં અથવા નિશ્ચય કરવામાં તત્ત્વાસના સફળ થાયછે, અને વિપરીત અ ગ્રહણમાં અંતત્ત્વાર્થ સફળ થાયછે. આ પ્રકારે સમ્યગ્દર્શનના સર્વ આધાર તત્ત્વા શ્રદ્ધાન ઉપર સૂત્રકાર રાખેછે, અને પ્રાયઃ જગત્ ઉપરના સર્વ પ્રચલિત ધર્મોમાં શ્રદ્ધાન ઉપર અત્યંત ભાર મૂકીને પદે પદે પ્રકારાંતર કેરવામાં આવ્યું છે, જેમ જૈનદર્શનમાં શ્રદ્ધાનને આખા દર્શનના અધિકરણરૂપે મુકવામાં આવ્યું છે, તેમ ક્રાઇસ્ટે (ઈસુખ્રિસ્તે) પણ દર્શાવેલા મામાની ઇમારતમાં શ્રદ્ધાનને પ્રથમ સ્થાન આપ્યું છે, ( ફેઇટ્) શ્રદ્ધાનને સર્વોપરી પદ આપી તેમણે પણ જૈનદર્શનની સાથે એક વાક્યતા સિદ્ધ કરી આપી છે, અને અન્ય સર્વ શાસ્ત્રએ પ્રકારાંતરે તેવું મહત્ત્વ દર્શાવ્યું છે, પરંતુ આ કહેવાતા સુધારાના કાળમાં જેમ અનેક રહસ્યવાળા શબ્દોને અગે રહેલા અથ લુપ્ત થઇ ગયા છે, તેમ શ્રદ્ધાન શબ્દોને અગે રહેલું અત્યંત ગૂઢ અને મહાન રહસ્ય પણ લુપ્ત થઇ ગયું લાગેછે. સંગીત જેવી ઉત્તમ વિદ્યા જેમ વેશ્યાના હાથમાં જતાં, પ્રેમ વ્યભિચારીના હાથમાં જતાં અને ભક્તિ ભ્રમિત ચિત્તવાળાના હાથમાં જતાં, જેમ પોતાના સ્વરૂપમાં રહેલા રહસ્યન ગુમાવી બેસેછે, તેમ શ્રદ્ધાન પણ અવિવેકીના હાથમાં જતાં તેમાં રહેલા ઉત્તમ અની અત્યંત અધમ પ્રકારે ક્ષતિ થયેલી જોવામાં આવેછે. સામાન્ય પ્રકારે શ્રદ્ધાન જે અર્થમાં જૈનીયે સમજેછે તે અર્થ શાસ્ત્રકારને સંમત હોય એવા સંભવ નથી, જે શ્રદ્ધાનનું ફળ મેક્ષપદ જેવું સર્વોત્તમ ફળ હોય તેના અર્થ જનસમાજ જે પ્રકારે તે સમજેછ તે પ્રકારે હોવા સભવતા નથી ; આ કાળે ઘણે ભાગે શ્રદ્ધાનનેા અર્થ માન્યતા (ખીલીફ) એવા થતા જોવામાં આવેછે, હું અમુક માનુંછું અમુક વાતમાટે કબુલ છે. ” “ મને ફલાણી વસ્તુમાં શ્રદ્ધા છે, અમુક ગ્રંથમાં કહેલી વાત મારે માન્ય છે,” અને તે સિવાય અનેક પ્રસંગે આપણે જે અર્થમાં માન્યતા સમજીએ છીએ; તેવા પ્રકારમાં શાસ્ત્રકારના શ્રદ્ધાનના અર્થ પણ સમજીએ છીએ, અને જેવી રીતે વહેવારની અમુક હકીકતા આપણુને માન્ય છે, અને તેને સાચી માનીએ છીએ તેમ શાસ્ત્રકારે કહેલી વસ્તુસ્થિતિ પણ માન્ય હેાવામાં અને તેમ હુશે એમ સ્વીકારવામાં આપણે શ્રદ્ધાનમાં રહેલા રહસ્યની પરિ સમાપ્તિ સમજીએ છીએ; તેમજ તેટલા સ્વીકારની સાથે આપણે શ્રદ્ધાનમાં રહેલા રહસ્યની પ્રાપ્તિ કલ્પી લેઇ મેાક્ષની રાહ જોઈ બેઠા છીએ, પરંતુ તેટલા સ્વીકારમાં શાસ્ત્રકારો ચતુ ગુણુસ્થાનકનું જે ગારવ દર્શાવ્યું છે. તેને સમાવેશ થાયછે કે કેમ અર્થાત્ તે સ્વીકાર શાસ્ત્રદૃષ્ટિએ સમ્મત છે કે કેમ ? તેને તે પાછું વળીને વિચાર કરતા નથી,
66
૨૭