SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. સક્ષમ પ્રકારના દુઃખનાં બીજને બાળી નાખી સુખને ઉચતમ પગથીએ સ્થાપનાર છે. દર્શનનું મિથ્યાપણું ટળી જતાં અને શનિઃ જ્ઞાન અને ચારિત્રનું મિથ્યાપણું વિલય થઈ જવું જ જોઈએ, એ નિયમ છે, તેટલામાટે મોક્ષમાર્ગના પ્રવર્તક પુરૂષ વયાએ માર્ગાત્રયના વિધાનમાં સમ્યગ્દર્શનને પ્રથમ સ્થાન આપી, જ્ઞાન અને ચારિત્ર કરતાં તેને વિશેષ મહત્ત્વ આપ્યું છે; કઈ ભાગ્યવાનને દર્શનનું સમ્યકત્વ પ્રાપ્ત થતાં, તેનું જ્ઞાન અને ચારિત્ર, યદ્યપિ ગમે તેટલા ન્યૂન અંશમાં હોય, તેપણ તે જ્ઞાન અને ચારિત્ર સમ્યક ગણવા યોગ્ય છે; અને દર્શનના (સમ્યકત્વ) વિના જ્ઞાનાવરણીય કમને ગમે તેટલે પશમ અને ચારિત્રને ભાર ગર્દભની પીઠ ઉપરના ચંદનવજનની માફક અત્યંત ન્યૂન ફળને ઉત્પન્ન કરનાર થાય છે. સમ્યગ્દર્શનરહિત જ્ઞાન અને ચારિત્ર અમાસની રાત્રિમાં ઉડતા ખતની માફક ભલે પ્રકાશવાળું જણાય, અજ્ઞાનીની દૃષ્ટિએ તે ભલે સૂર્યના જેવું પ્રભાવશાળી ગણાય, તથાપિ શાસૂદષ્ટિએ તે પ્રકાશ કિંમત વિનાને છે. સમ્યગ્દર્શન એ મેક્ષરૂપી ફળને ઉત્પન્ન કરનાર વૃક્ષનું બીજ છે અને તે બીજને રેપ્યા સિવાય જ્ઞાન અને ચારિત્રરૂપી ગમે તેટલું જળ સિંચન કરવામાં આવે તે પણ ત્યાં વૃક્ષના આરહણની આશા વ્યર્થ છે, અને તેટલા ભારે પ્રયતના પરિણામે માત્ર વગડાઉ વેલાઓ અને ઘાસજ ઉગી નીકળતું જોવામાં આવશે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમની અથવા તે ચારિત્રથી ઉત્પન્ન થતા કષ્ટની પાછળ સમ્યકત્વ અનુસરવા બંધાયેલું નથી, કિંતુ સમ્યકત્વની પાછળ પૂર્વોક્ત ઉભય વસ્તુઓ ખેંચાઈ ઘસડાતી આવે છે અને એક સમય માત્રને સમ્યગ્દર્શનને સ્પર્શ આપણી ઈચ્છા હોય કે અનિચ્છા હોય તે પણ વધારેમાં વધારે અધપુગલ પરાવર્તન કાલમાં મેક્ષમાં લઈ જાય છે, ટૂંકામાં સમ્યગ્દર્શનનાં જે યશગાન શાસ્ત્રમાં કર્યા છે તેવાં ભાગ્યે જ બીજી કઈ વસ્તુનાં કરેલાં જોઈ શકાશે. તેની પ્રાપ્તિને મેક્ષમાર્ગના કમમાં બીજ નિક્ષેપરૂપે ગણી તેનું અત્યંત મહત્ત્વ અને ગૌરવ પદે પદે દર્શાવ્યું છે; સમ્યગ્દર્શનને પ્રતિપક્ષી શબ્દ મિથ્યાદર્શન છે, આ જીવને અનાદિકાળથી જે કર્મસંબંધ છે, તે કર્મપકીના દર્શન મેહનામના કર્મના ઉદયથી જે અતત્ત્વ શ્રદ્ધાન થાય છે, તેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે; પદાર્થ જેવા રૂપે અવસ્થિત છે તેવા રૂપે તેને નિશ્ચય થવે તે સમ્યગ્દર્શન છે, અને જેવા રૂપે પદાર્થ અવસ્થિત નથી તેવા રૂપે તેનું દર્શન થવું તેને મિથ્યાદર્શન અથવા અતત્ત્વશ્રદ્ધાન કહેવામાં આવે છે. જે કે દર્શન શબ્દનો અર્થ સામાન્ય રીતે અવેલેકન એ થાય છે, પરંતુ આ સ્થળે પ્રકરણમે તેને અથ શ્રદ્ધાન એ થઈ શકે, કારણકે સામાન્ય અવલેકનરૂપ ક્રિયા કેઈ સંસારના મેક્ષ જેવા મહત્વના વિષયમાં કારણરૂપ હોવી ઘટતી નથી, શ્રદ્ધાન એજ સંસારના મોક્ષનું કારણ હોવાથી આ સ્થળે દર્શનને અથ શ્રદ્ધાનરૂપે જાણવું જરૂર છે, અને જે રૂપે વસ્તુ સ્વરૂપ નથી તેવે રૂપે તે વસ્તુનું શ્રદ્ધાન અથવા વિપરીત અભિનિવેશ તે મિથ્યાદર્શન છે, ત. સ્વાસ્થભિગમ ગ્રંથના બીજા સૂત્રમાં ભગવાન સૂત્રકારે સમ્યગ્દર્શનની વ્યાખ્યા
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy