________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ– ભાગ .
જડીત કર્યું છે. કોઈ ભાગ્યશાળી છવ હશે તેજ તેની આદર પૂર્વક સેવા કરશે જ્યારે
જ્યારે હું સંસારી ઉપાધિથી કંટાળું છું ત્યારે ત્યારે તે ગ્રંથને વિચારરૂં છું તેથી જાણે દેવલોકની ભૂમિમાં વિહાર કરતો હોઉં એમ મને લાગી આવે છે. ટૂંકમાં કહું તે આ ગ્રંથ મારા સર્વસ્વ તરીકે સાંચવું છું. જેન કે જેનેતર આ ગ્રંથ વાંચે એવી મારી ભલામણ છે. બીજો ભાગ બહાર પડેથી હેંડબીલના સરનામા પ્રમાણે મોકલી આપશે.
શેઠ દેવચંદ મેઘજી,
ધારગણુ-કાઠીઆવાડ.
- વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ પહેલો ભાગ વાંચવાથી એટલે બધા જ્ઞાનને ફેલાવો અને ધર્મલાગણીને પરિચય થયો છે કે તે કેવા હું અશક્ત છું. ધન્ય છે ગુરૂ મહારાજને કે આવાં પુસ્તકો પ્રબળ બુદ્ધિથી રચી બહાર પડાવી સુશ્રાવકોને બોધ મુનિ મહારાજ વિના પણ મળી શકે અને પ્રયાસ કરે છે તે ખાતે હું જેટલી પ્રશંસા કરું તે થોડી છે વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ બીજો ભાગ બહાર પડ્યેથી અમોને તે બીજો ભાગ તુરત એક્લવા લાગણી રાખશે કારણકે તે પુસ્તક વાંચવા ઘણી અભિલાષા છે.
વિ. સેવક, દાસાનુદાસ ચરણર્કિકર શા. ખેતશી મકનજી,
સખપર,
પૂજ્યપાદ મુનિશ્રી વિનયવિજયજી મહારાજજી,
આપ કૃપાળુતરફથી તૈયાર થયેલ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ અમોએ વારંવાર વાંચ્યું છે, તે ઉપરથી આનંદ સાથે વિનતિ કરીએ છીએ કે–આ ગ્રંથમાં આપે કરેલ શ્રમ સારી રીતે સફળ થયા છે અને આવા ગ્રંથે વારંવાર બહાર પડે એવી આશા રાખીએ છીએ.
આણંદજી ખુશાલ,
. તથા ધનજી મીઠા,
ભદેરા.