________________
-
~-~~-~
~~-
~~... --~--
ww
w
wwwwwwwwwwwwww
અભિપ્રા.
૫૫આપનું વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ પુસ્તક વાંચવામાં આવેલ છે જેમાં વિષયો ઘણાજ ઉત્તમ છે.
આ પુસ્તકના પ્રમાણમાં કિંમત ઘણી ઓછી છે પરંતુ માણસોની આર્થિક સ્થિતિ નબળી છે, જેથી આવા પુસ્તકની કિંમત હજુ પણ ઓછી કરી જનસમાજમાં બહોળો ફેલાવો કરવાની જરૂર છે એમ હું ધારું છું. આવું ઉત્તમ પુસ્તક તે જનસમાજમાં ઘણો ફેલાવો થાય તેમાં જ ઉન્નતિ છે.
જમાનાને અનુસરતાં ધર્મના સહેલા રસ્તા બતાવવાની હવે ખાસ જરૂર લાગી છે.
સ્વર્ગનું વિમાન વિગેરે પુસ્તકોના બનાવનાર વેદ અમૃતલાલ સુંદરજી પઢીઆર હાલ ત્રણ માસ થયાં અત્રે હતાં. તેમણે પણ આપના પુસ્તકનાં થોડાં પાનાં વાંચ્યાં હતાં અને ઘણો જ સંતોષ બતાવ્યો હતો. .
આપને ચર્ણ સેયક, શીવજી દેવચંદ,
કાચીન–મલબાર,
* શ્રીમાન તપસ્વી મુનિ મહારાજશ્રીએ જે શ્રમ ઉઠાવી વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ નામનું પુસ્તક તૈયાર કરી શ્રમ ઉઠાવ્યો છે તે ખાતે ઉપકાર ! આ પુસ્તક વાંચી જોતાં તેનું નામ જે આપેલું છે તે ગુણ એ પુસ્તક ધરાવે છે તેથી જણાય છે કે આ પુસ્તક જૈન તેમજ અન્ય વર્ણના લેકે જે કોઈ વાંચશે તેમને ઘણું જ ઉપયોગી થઈ પડશે.
સદરહુ પુસ્તક વાંચી ઘણેજ આનંદ થયો છે અને મનન કરી જે કોઇ તે પ્રમાણે વર્તે છે તે મોક્ષદ્વાર સમજી શકે તેમ છે.
સંસ્કૃત શ્લેક, દાખલા, દેવ, ગુરૂ અને ધર્મના સ્વરૂપને સમજાવી આત્મસત્તા વિગેરેની સમજુતી આપી છે તથા જે જે પુસ્તકોમાંથી શ્લોકો વિગેરેની શેધ કરેલી છે તેની પણ યાદી આપવામાં આવી છે તેમાં પણ કચાશ રાખી નથી. સારાંશ કે સદરહુ પુસ્તક સાધુ, સાધ્વી, શાર્વક અને અન્ય વર્ણન લેકને વાંચવાને સંપૂર્ણ રીતે લાયક છે. બીજો ભાગ તૈયાર થયે એક પ્રત અમારાતરફ મોકલાવશોજી.
વિ. સે. વશરામ રાયચંદ,
રાણપુર.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના જે ૬ પરિચ્છેદ છે તે છ પગથીની નીસરણી જાણે મુતપુરીમાં જવાની કરી હાયની તેમ ભાસે છે. દરેક પગથીયું શ્લેકારૂપી રનથી