________________
- ૫ટેલ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨ જે. પૂજ્ય મહારાજશ્રી વિનયવિજયજી !
આપે આપનો આત્મભોગ આપી સઘળા જીવોને કૃતાર્થ કરવા માટે વ્યાખ્યાનસાહિત્યસંગ્રહ ગ્રંથ બનાવ્યો છે, તે ગ્રંથનું મેં પ્રથમથી તે છેવટસુધી અવલોકન કર્યું તેમાં આપે જે જે વિષયે દર્શાવેલ છે તે અપૂર્વ હોય તેના માટે હું મારી અલ્પબુદ્ધિથી કાંઈ પણ અભિપ્રાય આપી શકવાને સમર્થ થઈ શકતો નથી તેમજ મારી વાણીથી કહી શકતો નથી પણ સદરહુ પુસ્તકના અવલોકનથી મને જે આનંદ થયો છે, તે હું પોતે જ જાણી શાંતિ મેળવું છું. આ પુસ્તક નથી પણ સાક્ષાત્ તીર્થકર છે એમ માની હમેશાં વંદના કરું છું.
આ પુસ્તકમાં 5 ક્રમવાર અધિકારો દર્શાવેલા છે તે પ્રશંસાપાત્ર છે. એટલુંજ નહિ પણ દરેક અક્ષર મને આત્મસ્વરૂપજ ભાસમાન થયેલ છે. એટલે શું ઉપમા આપું? શેની ઉપમા આપું? તે કહી શકવાને અસમર્થ છું.
આ પુસ્તક જે હળુકમના હાથમાં આવશે અને વાંચ્યા પછી તે જે વર્તનમાં મેલશે તો હું માનું છું કે તે આત્મસ્વરૂપ સ્થિતિને મેળવ્યા વગર રહેશે નહિ.
આ પુસ્તક અવલોકન કરતાં હું મુગ્ધ બની ગયો છું અને સ્વાત્મભાવમાં ડૂબી ગયા જેવું થયું છે. આ એકજ પુસ્તક જે વારંવાર કોઈ વિચારે અને તદનુસાર વર્તન થાય તે તક્ષણ મોક્ષ (સુખમય સ્થિતિ) નું પાત્ર બને.
આ પુસ્તકમાં આપે જે ભાષા વાપરી છે, તે અતિ પ્રિયકર અને આજના સુધરેલા જમાનામાં અગ્રગણુનીય છે તથા જે દષ્ટાંત આપ્યાં છે તે તો વળી અતિશય આનંદજનક થઈ પડ્યાં છે. પાટીદાર, પટલાણી અને સુંદરદાસનું દૃષ્ટાંત વાંચતાં વારંવાર હસાયું હતું.
આત્મસ્વરૂપ જાણવામાં આપે કાંઈ બાકી રાખ્યું નથી. તેમજ ઉપસંહારમાં અધ્યાત્મબળપષકનો સિદ્ધાંત જણાવી ઉંચા પ્રકારનું વર્તન અને વિચાર જણાવી સમાપ્તિ કરેલી છે, તે પણ અપૂર્વ છે. - આ ગ્રંથમાં કોઈ જાતનો મતાગ્રહ ન હોવાથી સર્વમાન્ય છે એ સિદ્ધાંત સત્ય છે.
ભગવાનજી ઉકાભાઈ વકીલ,
. બગસરા-ભાયાણી.
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ નામનું પુસ્તક મંગાવેલ તે ટપાલદ્વારાએ તરતમાંજ આવી જતાં–તે પુસ્તક અથથી તે ઇતિસુધી વાંચી ગયું છઉં–આ વ્યાખ્યાન સાહિત્યગ્રંથ ખરેખર તે મનન કરવા લાયક છે-અમુલ્ય ખજાનારૂપ છે અને તે પુસ્તક દરેક માણસે ઘરમાં ખજાનારૂપે રાખવા લાયક છે. આપની બનાવેલી કૃતિના સંબંધમાં મહારા જેવાં પામરપ્રાણીએ વધારે શું કહેવું? આ પુસ્તકમાં આનંદનો આનંદ ને જ્ઞાનનું જ્ઞાન એવું રચાયું છે. કેમકે તેમાં બ્રાહ્મણ વિગેરેની પાત્ર કુપાત્રતા જણાવી છે તે વાંચનારને આગળ વિશેષ વાંચવાને પ્રેરણું કરે તેવી હકીકતો વર્ણવેલી છે,