________________
w
અભિપ્રા. તેમજ પુસ્તકના પ્રમાણમાં કીંમત સામાન્ય છે એટલે કે સામાન્ય માણસ તેને લાભ લઈ શકે તેવું છે.
શા. મોતીચંદ પાનાચંદ, મુનસફ સાહેબના શિરસ્તેદાર,
જામ-કારણું
પૂજ્ય તીર્થ સ્વરૂપ શિરછત્ર પરોપકારી મહાત્મા મુનિશ્રી વિનયવિજયજી મહારા જની પવિત્ર સેવામાં.
આપશ્રીએ આ ચાલતી સાલમાં “વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૧ લે" આપના અલૌકિક જ્ઞાનબળથી અને અથાગ શ્રમ વેઠી પ્રસિદ્ધિમાં મૂક્યો છે તે લગભગ પર૫ પૃષ્ઠનો છે. જે અથથી ઇતિ સુધી મેં વાંચી મનન કર્યો છે. જેને માટે હું મારે
અભિપ્રાય મારી બુદ્ધિ અનુસારે આપના ચરણ કમળમાં તેમજ સઘળા વાંચક છંદો સમક્ષ . વિદિત કરું છું.
આ વ્યાખ્યાનમાળામાં મોટા મોટા છ પરિચ્છેદનું વર્ણન કરી સગુણ બોધ આપેલ છે તે માત્ર જૈનધર્મના મનુષ્યને તો શું પરંતુ આ દેશના અને આખી પૃથ્વીના પ્રત્યેક ધર્મના મનુષ્યને મનત કરવા યોગ્ય છે કારણકે આ ઉપદેશિક ગ્રંથને એક એક શ્લોક તેમજ વાક્ય તો શું પરંતુ તેના એક એક શબ્દ પણ સુવર્ણમુલ્યથી અધિકત્તમ છે.
સઘળું પુસ્તક વાંચી મનન કરવાથી પ્રત્યેક મનુષ્ય જેવાં કે પુરૂષ, સ્ત્રી, બાળક, કે વૃદ્ધની બુદ્ધિમાં સર્વોત્તમ ઉચ્ચ પ્રકારનો પ્રકાશ પ્રદીપ્ત થાય તેવું છે શિવાય છે કે કે પણ મનુષ્ય પોતાના આચરણમાં વર્તે તો તેમના દેહનો ઉદ્ધાર થવામાં કોઈ પણ પ્રકારની ન્યૂનતા છેજ નહિ.
અંતમાં મારી મુનિ મહારાજશ્રી પ્રત્યે એવી પ્રાર્થના છે કે આપે આ આધુનિક કાળમાં સંસાર તજી જૈન મુનિ મહારાજનું રૂપ ધારણ કરી સઘળા મનુષ્યોને ધર્મમાર્ગે દેરી તેનું કલ્યાણ કરવાનું પ્રબળ આત્મબળ જે આરળ્યું છે તેમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થઈ બીજાં આવાં મનન કરવા યોગ્ય અને અનેક સાહિત્યસંગ્રહનાં પુસ્તક રચી પ્રસિદ્ધ કરવા આપ આ સંસારમાં દીર્ધાયુષ થાઓ અને મારા જેવા શુદ્ર મનુષ્યોને ઉંચી કોટિમાં લઈ જવા સતત પ્રયત્ન કરતા રહો અને સાથે સાથે માંગરોળ (કાઠીઆવાડ) નિવાસી ધર્મનિષ્ઠ શેઠ મકનજી કાનજી જેવા ઉદાર આત્માઓને પણ સદુપગમાં ધનનો વ્યય કરવા દીર્ધાયુષ કરે. એજ મારી અંતિમ પ્રાર્થના છે.
હિંદમાટે આફ્રિકામાં સત્યાગ્રહી ગાંધી મેહનલાલ કરમચંદના મિત્ર, ઠકર મનજી નથુભાઇ ઘેલાણી, .
ભાણવડ–કાઠીઆવાડ,