SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપહાર. ૫૫ અસાધારણ શ્રદ્ધા પ્રકટે છે અને આ શ્રદ્ધા પ્રકટતાં ગમે તેવાં કઠિન જણાતાં કાર્યો પણ આત્મબલમાં પૂર્ણ વિશ્વાસ રાખી તે સાધવા મનુષ્ય પ્રયત્ન કરે છે અને અંતે તેમાં અવશ્ય વિજય મેળવે છે. ૫ તેનામાં કાર્ય કરવાનું વધારે ધૈર્ય, વધારે બળ, વધારે આત્મવિ શ્વાસ વિગેરે ગુણે પ્રકટે છે. ૬ પ્રાણીમાત્રના કલ્યાણની મતિ પ્રકટવાથી તે સર્વદા પ્રમાણિક, ન્યાય બુદ્ધિવાળે, સર્વના ઉપર વિશુદ્ધ પ્રેમવાળે અને સમાહિત ચિત્તવાળે થાય છે. ૭ ચિતિશક્તિના ચિંતનવડે ચિતિશક્તિના ધર્મો હદયમાં સ્કુટ થતાં તે ભય, ચિંતા, શેક, ધ, સંતાપ આદિ વિકારોથી રહિત થાય છે. ૮ ચિતિશક્તિના નિકટના પ્રદેશમાં શુદ્ધ વિચારનાં આંદોલન પ્રક ટાવવાનું ક્રમે ક્રમે તેનામાં સામર્થ્ય આવતાં તે સર્વશત થાય છે. ૯ જ્ઞાનનું અધિષ્ઠાન જે ચિતિશક્તિ તેમાં ક્રમે ક્રમે તેની તન્મયતા થતાં, યથાર્થ જ્ઞાનને અર્થે, પિતાથી ભિન્ન કે પ્રાણી પદાર્થ અને થત સત્પરૂ, વિદ્વાને કે શાસ્ત્રાદિ ગ્રંથને તેને સર્વદા આશ્રય - - લેવાની પછીથી અગત્ય રહેતી નથી. ઉન્નતિના ઉપર વર્ણવેલા શિખરે સ્થિત થવામાં આ પા કલાકની ક્રિયા માત્ર પગથીયું છે. એટલી એટલી પા કલાકની ક્રિયા આ સમગ્ર ફળને પ્રકટાવશે, એમ સાધકે બ્રાંતિથી માનવાનું નથી. પરંતુ આ પ્રથમ પગથીએ ચઢતાં ધીરે ધીરે એ સર્વ લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. પા કલાક આ ક્રિયા કરી આખો દિવસ ગમે તેમ સ્વછંદ આચરણ કરવાનું નથી. પરંતુ ચિતિ. શક્તિના સામર્થ્યને હદયમાં આવિર્ભાવ થવાને જે જે વતન રાખવાની અગત્ય છે અને જે વર્તનનું સ્વરૂપ આ લેખમાં વિવિધ સ્થળે સ્પષ્ટ કરવાને પ્રયત્ન કર્યો છે, તે વતન આ પા કલાકની ક્રિયા સાથે અખંડ રાખવાથી જ ચિતિશક્તિનું સામર્થ્ય હદયમાં પ્રકટે છે આ પા કલાકની કિયા પછી જે જે સાધકને જે જે ક્રિયા તથા સાધન શ્રીસદગુરૂદ્વારા પ્રબોધાયેલાં હોય તે તે સર્વ તેમણે પ્રમાદ ત્યજી કરવાનાં છે. તે સાધનવિના આ પા કલાકની ક્રિયા સિતાર્થને આપશે, એ અગ્ય નિશ્ચય બાંધવાથી હાનિ થવાને સંભવ છે. ઈસિતાથની સિદ્ધિમાં એ સાધનજ મુખ્ય હેતુ છે. આ ક્રિયાને સાધનની બહુ સત્વર સિદ્ધિ કરવામાં સહાયક છે. તેથી યદ્યપિ એ સાધનેની અપેક્ષાથી આ ક્રિયા ગાણ છતાં, આ ક્રિયા ઉપેક્ષા કરવા જેવી છે, * અધ્યાત્મ બળપષક ગ્રંથમાળા–પ્રથમ અક્ષમાં
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy