________________
પ૦૬
નવમ
મોષાત સાહિત્યસરહ-ભાગ ૨ જે. શાનદાન કરનાર પુરૂષને ધન્ય છે.
૩પનાતિ. રિયા પૂર્ણ, શ્રી શાહનચોરાત્તિવાના सर्वेषु दानेषु नृपोपदानं, श्रीज्ञानदानं रचयन्ति धन्याः ॥ ५॥
વિચિત્ર પ્રકારનાં કર્મોના નાશના કારણરૂપ એટલે જે જ્ઞાનદાન જૂદી જૂદી જાતનાં પાપ કમેને નાશ કરનાર છે અને જે શ્રીજૈનશાસનની ઉન્નતિના દાનરૂપ છે અને સર્વ દાનમાં જે રાજરૂપ એટલે જેમ મનુષ્યમાં રાજા શ્રેષ્ઠ છે તેમ સર્વદાનમાં આ જ્ઞાનદાન શ્રેષ્ઠ છે એવા જ્ઞાનદાનને જેઓ આપે છે તે પુરૂષજ સાચા ધન્ય છે અર્થાત્ ધન્યવાદને પાત્ર છે. ૫
કલપસૂત્રનું માહાન્ય,
ઉપવા . विलेख्य कल्पं विधिना श्रुतस्य, विधाय पूजा शुभधीः मृणोति । कृतोपवासो हदि शुद्धभावो, भवे तृतीये लभते भवान्तम् ॥ ६ ॥
શ્રીકલ્પસૂત્રને વિધિ પ્રમાણે લખીને અથવા લખાવીને તે શાસ્ત્રની પૂજા કરીને ઉપવાસ સહિત હૃદયમાં શુદ્ધ ભાવવાળે અને શુભ બુદ્ધિવાળા (થઈને) જે પુરૂષ તે શાસ્ત્રનું શ્રવણ કરે છે, તે પુરૂષ ત્રીજા જન્મમાં મોક્ષ પામે -- શુભ શાસ્ત્રનું પવિત્રપણું.
ઉપનાતિ. . न ते नरा दुर्गतिमाप्नुवन्ति, न मूकतां नैव जडखभावम् । नैवान्धतां बुद्धिविहीनतां च, ये लेखयन्त्यागमपुस्तकानि ॥७॥
જે ધર્મયુક્ત મનુષ્ય ધર્મનાં પુસ્તકને લખાવે છે તે દુર્ગતિને પામતા નથી, મૂંગા થતા નથી, જડ સ્વભાવને, અંધપણને અને બુદ્ધિહીનપણાને પામતા નથી. અર્થાત્ પુનર્જન્મમાં પણ તેમાં કોઈ જાતની ભેટ આવતી નથી. ૭. " નિરભિમાન એ દાન, વિદ્યા અને વિવેકને શણગાર છે.
વસન્તુતિ.. दानं गुणो गुणशतैरधिको गुणानां,
विद्या विभूषयति तयदि किं ब्रवीमि ।