________________
પરિચ્છેદ.
જ્ઞાનદાન-અધિકાર.
સર્વ દાના કરતાં જ્ઞાનદાન ઉત્તમ છે. નવા ( થી ૪).
ज्ञानस्य दानं खलु विसदानं, ज्ञानस्य दानं खलु भोज्यदानम् । ज्ञानस्य दानं खलु सौख्यदानं ज्ञानस्य दानं भयप्रदानम् ॥ १ ॥
૫૦૩
જ્ઞાનનું દાન તેજ ખરૂં ધનદાન છે, જ્ઞાનનું દાનજ સાચુ લેાજનદાન છે, જ્ઞાનનું ાનજ સત્ય સુખને આપનાર (સુખદાન) છે અને નક્કી જ્ઞાનદાન તેજ અભયદ્વાન છે. ૧.
તથા—
ज्ञानस्य दानं किल पात्रदानं, ज्ञानस्य-दानं किल नाकदानम् । ज्ञानस्य दानं किल मोक्षदानं, ज्ञाने हि तानीह समाविशन्ति ॥ २ ॥
જ્ઞાનનું દાનજ, સુપાત્રદાન છે, જ્ઞાનનુ દાનજ સ્વગ લેાકનુ દાન છે, જ્ઞાનનું દાનજ મેક્ષદાન છે, કારણ કે તે બધાં દાના આ જ્ઞાનદાનમાં સમાવેશને પામે છે. એટલે જ્ઞાનદાનમાં તે સમગ્ર દાનાને સમાવેશ થઇ જાય
છે. ર.
જ્ઞાન એ તીર્થંકરના પ્રતિનિધિ (મૃત્તિ) રૂપ છે, तीर्थङ्कराणामधुना खभावे, ज्ञानं हि संसारसमुद्रयानम् । पूजां यथाशक्ति ततश्च तस्य कुर्वन्तु दत्त्वा पठतां सहायम् ॥ ३ ॥ અભાવમાં જ્ઞાનજ સંસારરૂપી સમુદ્રમાં (વિદ્યાથી) જનેાને મદ આપીને તે
હમણાં તે તીર્થંકર ભગવાનેાના વહાણતુલ્ય છે. તેથી જ્ઞાન મેળવતા જ્ઞાનની યથાશક્તિ પૂજા કરો. ૩.
જ્ઞાનની સેવા તથા તેનું અપમાન કરવાથી થતું ફળ. कुर्वन्ति ये ज्ञानपदस्य पूजां, बध्नन्ति ते तीर्थकरस्य गोत्रम् | पातो भवेज्ज्ञानविरोधकानां, घोरे जनानां नरकस्य कूपे ॥ ४ ॥
જે ધર્માંધારી પુરૂષો જ્ઞાનપદ (વિદ્યાલય) ને ધનાદિથી સત્કાર કરે છે, તેઓ તીર્થંકર ગાત્રનું ઉપાર્જન કરે છે અને જ્ઞાનના વિરોધી એવા પાપી પુરૂષાને ઘેર એવા નરકના કૂવામાં પાત થાય છે. ૪.