________________
ધર્મ
બિપી વ્યાખ્યાન શાહિત્યશબિહ–હ્યાા છે.
જેમ અંકુશવિના મન્મત્ત હાથી નિયમમાં રાખી શકાતું નથી તેમજ અહિં માર્ગ છોડીને કુમાર્ગે ચાલવાવાળે મનરૂપી મહાન હાથી જ્ઞાનરૂપી અંકુશવિના મનુષ્યથી વશ કરી શકાય તેમ નથી. ૪૬.
જ્ઞાન મનુષ્યનું ત્રીજું નેત્ર છે. ज्ञानं तृतीयं पुरुषस्य नेत्रं, समस्ततत्त्वार्थविलोकदक्षम् । तेजोऽनपेक्ष्यं विगतान्तरायं, प्रवृत्तिमत्सर्वजगत्रयेऽपि ॥ ४७॥
સમગ્ર તના અર્થને બતાવવામાં ચતુર, તેજોમય, વળી જેને બીજા તેજની અપેક્ષા નથી, વિઘરહિત, તેમ ત્રણ જગત (સ્વર્ગ, મૃત્યુ અને પાતળ) માં પણ પ્રવૃત્તિવાળું એટલે સમસ્ત પદાર્થને જાણવાવાળું જ્ઞાન તે પુરૂષનું ત્રીજું નેત્ર છે. ૪૭.
- જ્ઞાનહીન મનુષ્ય કેવળ પશુજ છે. धर्मार्थकामव्यवहारशून्यो, विनष्टनिश्शेषविचारबुद्धिः। रात्रिंदिवं भक्षणसक्तचित्तो, ज्ञानेन हीनः पशुरेव शुद्धः॥ ४८ ॥
सुभाषितरत्नसन्दोह. ધર્મ, અર્થ, કામ અને વ્યવહારથી પણ અન્ય, તેમ જેનામાં સમગ્ર વસ્તુને વિચાર કરવાની બુદ્ધિનાશ પામી છે અને રાત્રિદિવસ ભક્ષણ (આહાર) માં જેનું ચિત્ત આસક્ત થઈ ગયું છે એવી રીતે જે મનુષ્ય જ્ઞાનથી રહિત છે તે શુદ્ધ ( ખે) પશુજ છે. ૪૮.
જ્ઞાન સર્વ કલ્યાણનું આદિ કારણ છે.
શાર્દવિહિત (૧-૫). जानं स्यात्कुमतान्धकारतरणिर्जानं जगल्लोचनं,
ज्ञानं नीतितरङ्गिणीकुलगिरिर्ज्ञानं कषायापहम् । ज्ञानं नितिवश्यमन्त्रममलं ज्ञानं मनःपावनं,
ज्ञानं स्वर्गगतिप्रयाणपटहं ज्ञानं निदानं श्रियः ॥ ४९ ॥ જ્ઞાન કુત્સિત (જાડા) મતરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન છે, જ્ઞાન સમગ્ર જગતનું નેત્ર છે, જ્ઞાન નીતિરૂપી નદીનું ઉત્પત્તિસ્થાન એવા મેરૂપર્વતરૂપ છે અને જ્ઞાન કષાય (ક્રોધ, માન, માયા અને લાભ) નો નાશ કરનારું છે, જ્ઞાન આનંદને વશ કરવામાં મંત્રરૂપ છે અને જ્ઞાન પોતે નિર્મળ