________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ-ભાગ ૨
નવેમ ગપ્પાના ગેબીગેળા ગગડાવનારા છે તમને એક દિવસ રીંગણાના શાકની તારીફ મેં કહી હતી ત્યારે તમે તારીફ કહી હતી અને આજે તેના અવગુણ પણ પ્રકાશમાં લાવવા આગળ પડ્યા માટે તમે જજૂઠાના સરદાર છે. તે સાંભળી બીરબલ હાથ જોડી બલ્ય કે ધર્માવતારી! આપજ ન્યાય કરે કે હું આપને નકર છું કે રીંગણાને? આટલું વાક્ય સાંભળતાં શાહ હસી પડે અને બીરબલની તારીફ કરવા લાગ્યું.
કેવળ સ્વાર્થમાં તત્પર રહેવાથી મહાહાનિ. એક ગામમાં બે બ્રાહ્મણ રહેતા હતા. બંને સગા ભાઈ હતા. મોટાને એક દીકરો તથા એક દીકરી હતી. દીકરાને જોઈ અને દીકરીને કન્યાદાન દેવાને વખત નજીક આવતે જોઈ વિચાર કર્યો કે આ ગામમાં ઘણું વખતથી ભિક્ષાવૃત્તિ કરીએ છીએ પણ કાંઈ વળ્યું નહિ, જેથી હવે વરસ બે વરસ પરદેશમાં જઈ કાંઈક ઉદ્યમ કરી બે પૈસા લાવીએ તે આ કાર્ય બની શકે. આ વિચાર કરી પરદેશ જવા તૈયાર થયા. નાનાભાઈને ખબર પડતાં તે પણ ધનપ્રાપ્તિઅથે સાથે ચાલ્યું. દેશાવરમાં બે વરસ સુધી ભિક્ષા વૃત્તિ અને પિતાનાથી બને તે ઉદ્યમ કરી પૈસે પેદા કર્યો એટલે પોતાના વતનતરફ આવવા પ્રયાણ કર્યું. પિતાનું નામ લગભગ આઠદશ ગાઉ દૂર રહ્યું તેવા સમયે બન્નેને તરસ લાગવાથી જલસ્થાન શોધતા એક કુવાઉપર આવી ચડ્યા. બંને જણ પાણી પી શાંત થયા પરંતુ આ વખતે સ્વાર્થોધ મોટા ભાઈને કુમતિ સુજી, સારાસારનું ભાન ન રહ્યું અને મનમાં અવનવા તરંગે કરવા લાગ્યો કે જે નાનાભાઈને હરેક ઉપાયે નાશ કરું તો * આ મેળવેલી પુંજીને હું એકલો ભક્તા થાઉં અને તેમ બને તે મારે નિવહમાં પણ ખામી ન આવે. આવા ખોટા વિચારના તરંગમાં કૂવાકાંઠે બેઠાં બેઠાં નાનાભાઈને આડીઅવળી વાતે ચડાવી સમય આવ્યે લાગ સાંધી તેને ધક્કો મારી કુવામાં નાખી દીધા. આથી નાનાભાઈ ભયભીત થઈ અંદર પડ. કુદરતયોગે કુવામાં કઈ વૃક્ષનું મૂળ તેના હાથમાં આવ્યું તે ઝાલી લીધું અને પછી થરથરતે સાટે પોતાના બંધુપ્રત્યે બેલ્યા કે મોટાભાઈ તમે આ શું કર્યું? આપને પૈસાને લેભ હોય તે મારી મુડી પણ તમેજ વાપરો અને કૃપા કરી મને બહાર કાઢે. હું આ વાત કેઇને જણાવીશ નહિ, વિગેરે ઘણી રીતે કહ્યું પણ આ સ્વાથી ને કાંઈ ન સૂઝયું અને પિતાને ભાઈ હજી કુવામાં જીવતા છે એમ ધારી ઉપરથી પથ્થર માટી વિગેરે ફેંકી તેને પ્રાણ ત્યાગ કરાવ્યું, આહા! કેટલી નીચતા!
* ડહાપણુ-ફેબ્રુઆરી ૧૯૧૬.