________________
પછિએ. મયૂરસમૂહ ઉતાવળ કરીને ચાલ્યા જાય છે, શુક (પોપટ) પક્ષીઓ જવામાટે અધીરાજ બની જાય છે અર્થાત્ સર્વની પહેલાં પલાયન કરે છે, આવીજ રીતે મસ્તક ઉપર રાખી કેઈને લાડ લડાવ્યાં હોય તે પણ દુઃખને વખતે કોણ નથી તજતું?
સારાંશ-જ્યારે કે માણસ ઘણે સુખી હોય છે ત્યારે તેમના સુ. ખમાં ભાગ પડાવવા કુટુંબ કે મિત્રાદિક ઘણાં આવે છે. પણ કેઈ વખત તે દુઃખ સમુદ્રમાં જે બે છે તે તેમને સહેજ દિલાસો આપવા પણ કોઈ આવતું નથી, અર્થાત્ જગત્ કેવળ સ્વાથી છે. ૧૭.
અનુકૂળ વખતે પરમાર્થ સાધી લેવા સારૂ સરોવરમતિ અન્યક્તિ, - रे पद्माकर यावदस्ति भवतो मध्ये पयः पूरितं,
तावच्चक्रचकोरफङ्ककुररश्रेणी समुल्लासय । पश्चात्त्वं समटद्धकोटचटुलत्रोटीपुटव्याहतित्रुट्यत्कर्कटकपरव्यतिकरैर्निन्दास्पदं यास्यसि ॥ १८ ॥
सुभाषितरत्नभाण्डागार. હે સરેવર જ્યાં સુધી તારામાં પૂરતું પાણી છે ત્યાં સુધી ચકલાક, ચકર, કંક, કુરર, વિગેરે પક્ષીઓની પંક્તિને સુખ આપ. (નહિત) પાછા ળથી તું (પશ્ચાત્તાપ કરીશ કારણકે પાણી ખૂટશે અને સૂકાઈ જશે ત્યારે આમતેમ ભટકતા બકેટ પક્ષીના ચપળ ચંચુપુટના મારથી ત્રુટી ગયેલ કર્કટ નામના જળજંતુના માથાની પરી વિગેરેના ચૂણવડે નિંદાને પાત્ર થઈશ.
સારાંશ-સરોવરનું પાણી જ્યારે સૂકાઈ જાય છે ત્યારે પાણીમાં રહેલા જળવંતુ બહાર આવે છે તે વખતે જળજંતુના શત્રુ બકેટ પક્ષી તેને મારી નાખે છે એટલે મૃત શરીરમાંથી પુષ્કળ હાડકાં બાકી રહે છે. એ સરોવરને નિંદારૂપ છે. (બકેટ પક્ષી છે અને કર્કટ જળજંતુ છે એમ ચાલતું પ્રકરણ બતાવે છે.) ૧૮:
સહુ સમર્થ હેતા નથી. वक्तीशः सचिवं हि दीर्घलघुभिर्नो भाति पूः सद्मभिः,
सादक्षा धनमन्दिरे मम पुरे ते रक्षणीया जनाः। विद्यन्ते यदि पञ्चषा वदति भो शून्यं पुरं स्यात्तदा,
तत्वं मा कुरु तं तथास्तु नृपते तद्वद्गणे साधवः ॥ १९ ॥