SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસ–ભાગ ૨ જી. “થમ તમે મોટા થવાની આશા–ઈચ્છા રાખે, પણ તમારા ચાલુ સંગેથી અસંતોષી બને નહિ ધન મેળવ્યા પછી શું કરવું, એ બાબતમાં ગ્રંથકારે વિવેચન કર્યું છે. ધન મેળવતાં કેવા કેવા સંસ્કાર થાય છે તેપર જે ધ્યાન આપવામાં આવે તે ઉપદેશ લાગ્યા વગર રહે નહિ. પૈસામાટે પરદેશગમન, નીચસેવા, ટાઢ, તડકા અને તીવ્ર વચને સહન કરવામાં આવે છે; પૈસા માટે ખુશામત કરવામાં આવે છે, પૈસા માટે ખટપટ કરવામાં આવે છે અને પૈસામાટે અનેક વિટંબના સહન કરવામાં આવે છે. જે કદર્થનાને અંશ સહન કરવાથી મુનિમાર્ગમાં મેક્ષ મળે, તેવી કદર્થના પૈસાસારૂ અનાદિ મહમદિરામાં ચકચૂર થયેલ જીવ કરે છે, પણ વિચાર નથી કે આ બધું શાસારૂ? મૂઢ અવસ્થામાં અથડાઈ પછડાઈ અનંતકાળ રખડ્યા કરે છે. સિંદૂરપ્રકરમાં કહે છે કે--ધનથી અંધ થયેલી બુદ્ધિવાળા પુરૂષ વિષમ અટવીમાં ભ્રમણ કરે છે, વિકટ દૂર દેશાંતરમાં ફરે છે, ગહન સમુદ્રનું ઉલ્લંઘન કરે છે, બહુ દુખવાળી ખેતી કરે છે, કૃપણપતિની સેવા કરે છે અને હસ્તીઓના સંઘટ્ટથો અપ્રવેશ્ય સંગ્રામમાં જઈ પ્રાણ આપે છે. આ સર્વ ભનું ચેષ્ઠિત છે. સુખ ક્યાં છે? પૈસાદારોની હવેલીમાં, રાજાના મહેલમાં, ચક્રવતીના , આવાસમાં, ઈંદ્રના ઈંદ્રાસનમાં કે બે ઘોડાની ગાડીમાં? વિચારીને જવાબ દે એ શરત છે. જરા જુઓ બહારના આડંબરમાં સુખ નથી. સુખી લાગતાં માણસેનાં હદય સળગી જતાં હોય છે. ઘરમાં અનેક ખટપટ હોય છે અને મનમાં તે યુદ્ધ ચાલ્યા જ કરે છે. સુખ સંતોષમાંજ છે, ચાલુ સ્થિતિને તાબે થવામાંજ છે. ધન અસ્થિર છે, કેઈનું થયું નથી અને કેઈનું થવાનું પણ નથી. પ્રાયઃ વિદ્યા અને ધનને વૈર છે. જ્ઞાનવગર સુખ નથી, અને પૈસાદારને સુખી માનવા, એના જેવી બીજી મૂઢતા નથી. અનેક દેથી ભરપૂર-ધવળશેઠ, મમ્મણશેઠ, સુભમ ચકો વિગેરેને નરકમાં નાખનાર, એકાંત ઉપાધિથી ભરપૂર, મનની અશાંતિનું પ્રબળ સાધન, અનેક દુ:ખનો વરસાદ વરસાવનાર અને વિદ્વાનોથી અંધનું ઉપનામ મેળવનાર લક્ષ્મીનું સુખ ભોગવનાર ધનિકોને તે સુખ મુબારક હે ! ચાલ જમાનાના વિચિત્ર રંગથી ભરપૂર જીદગીમાં અને ખાસ કરીને સખ્ત પ્રવૃત્તિમાં મધ્ય બિંદુ ગણાતાં મેટાં શહેરના સુખી દેખાતાં લોકોને જોઈ. જરા પણ મુંઝાવું નહિ, જરા પણ અફસોસ કર નહિ, તેઓને સુખી માનવા નહિ; કારણકે તેઓના ખાસ નજીકના સંબંધમાં ગયેલાઓ જાણે છે કે તેઓ સુખી નથી. આપણું સુખ આપણી સાથે જ છે અને આપણે તે પરમાનંદપદ પ્રાપ્ત કરવાની ઇચ્છામાં ચાલુ સ્થિતિને તાબે થઈ, શુદ્ધ વૃત્તિઓ કરી ધર્મમય જીવન કરવાને ઉદ્દેશ રાખી ઉચ્ચતર અને વિશુદ્ધતર જીવન ગાળવાને આશય, ઉ.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy