SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન માહિત્યસંગ્રહ -ભાગ ૨ જે. નામ આ પૈસા મારા છે એવા વિચારથી મનપ્રસાદરૂપ ડું અને થોડા વખતનું સુખ પૈસાથી થાય છે પણ આરંભના પાપથી દુર્ગતિમાં લાંબા વખત સુધી ભયંકર દુઃખ થાય છે; આ પ્રમાણે તે જાણ, વિશેષાર્થ–“આ ઘર મારું, આ ઘરેણાં મારાં, વટાવ ખાતામાં આટલી રકમ જમે છે તે મારી” એવાં માની લીધેલાં મારાપણાના મમત્વથી મન જરા પ્રસન્ન થાય છે અને તેવી મનની પ્રસન્નતામાં આ છ સુખ માનેલું છે, વાસ્તવિક સુખને અનુભવ ન હોવાથી આમાં સુખ લાગે છે પણ તે સુખ નામનું છે. મનની શાંતિમાં જે સુખ બતાવ્યું છે તે સુખ આરાળ આની કાંઈ ગણતરી પણ નથી. વળી આ સુખ બહુ થેડે વખત રહે છે. હાલ મનુષ્યનું બહુતે સે વર્ષનું આયુષ ગણીએ તે અનંતકાળની પાસે તે લેખામાં નથી, વળી આટલા અલ્પ સમયમાં આરંભાદિવડે દ્રવ્ય મેળવીને જે સુખ મેળવવા પ્રયત્ન કરીએ તેને પરિણામે અસંખ્ય વર્ષો સુધી નારકી અને નિગદનાં દુઃખો ખમવાં પડે છે, ધર્મદાસગણી કહી ગયા છે કે જે સુખની પછવાડે દુઃખ હોય તેને સુખ કહી શકાય જ નહિ” આ સંસારમાં પણ પચાસ વર્ષ સુધી ગૃહસ્થસ્થિતિમાં રહેલે માણસ પછવાડેનાં પાંચ વર્ષ જે દુઃખી થાય છે તે તેનું પ્રથમનું સુખ કાંઈ ગણતરીમાં પણ આવતું નથી. પૈસાથી સુખ કેવું અને કેટલું છે તેની ફિલસુફી જાણ્યા પછી તેને ગ્ય લાગે તે તેના પર મેહ કરજે. કેટલીક બાબતમાં પ્રાકૃત–લેકમ, વાહથી ખેંચાઈ જવું યોગ્ય નથી. દુનિયા જે દ્રવ્યવાનને મહા સુખી ધારતી હોય તેના અંતઃકરણને જઈને પૂછવું કે તેને ખરૂં સુખ છે? દુનિયાના પાક અનુભવીઓ કહે છે કે પૈસાથી એકાંત ઉપાધિ છે, સુખ હેય તો સંતેષમાંજ છે અને ચાલુ સ્થિતિને તાબે થઈ મનને આનંદમાં રાખવું એજ સુખ મેળવવાને ઉપાય છે. બાકી તે રાવણ, જરાસંધ અને ધવળ શેઠના ચરિત્રને વિચાર કરે, જેથી સુખનું ખરું તત્ત્વ સમજાઈ જશે. ૩. ધર્મ નિમિતે ધન મેળવવું યુક્ત છે. द्रव्यस्तवात्मा धनसाधनो न, धर्मोऽपि सारम्भतयातिशुद्धः। निःसङ्गतात्मा खतिशुद्धियोगान्मुक्तिश्रियं यच्छति तद्भवेऽपि ॥ ४ ॥ __ अध्यात्मकल्पद्रुम. ધનના સાધનથી દ્રવ્યસ્તવ સ્વરૂપવાળ ધર્મ સાધી શકાય છે, પણ તે આરંભ યુક્ત હેવાથી અતિ શુદ્ધ નથી; જ્યારે નિઃસંગતા સ્વરૂપવાળે ધર્મ અતિ શુદ્ધ છે અને તે તેજ ભવમાં પણ મોક્ષલમી આપે છે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy