________________
પતિ છે. '
પહાહા-અધિકારી,
અતિ પરિગ્રહથી થતું દુઃખ. મગધ દેશવિષે રાજગૃહી નગરીમાં શ્રેણિકરાજા છે તેની ચલણ નામે રાણી છે. એકદા ભાદ્રપદ માસમાં ચલણા રાણી રાજાની સાથે ગોખમાં બેસી વૈભારગિરિ સામું જોવા લાગ્યાં. ત્યાં અનેક નિઝરણું વહે છે, ઠામ ઠામ દદુરસ્વર થઈ રહ્યા છે, બારૈયા બોલી રહ્યા છે, મોર નૃત્ય કરે છે, પાણીના વહેતા પ્રવાહ નદીમાં સમાતા નથી. એ અવસરે કઈ એક પુરૂષને નદી પ્રવાહની માંહેથી મોટી મહેનતે કાષ્ઠ કાઢતાં ચેલણએ દીઠે, તેથી મનમાં વિષાદ કરતી રાજા પ્રત્યે બોલી કે હે સ્વામી
ભરિયાને સહુ કો ભરે, ચૂંઠાં વરસે મેહ,
સંધન સનેહા સહુ કરે, નિર્ધન દાખે છેહ. એ ઉખાણે જે જગમાં કહેવાય છે, તે સાચો છે. રાજાએ પૂછયું કે કેમ? તે વખતે રાણીએ કહ્યું કે હે સ્વામી! એ એક દરિદ્ર પુરૂષ છે તેને ઉદર ભરવું કઠણ છે. એણે પરભવે પુણ્ય કર્યું નથી માટે તમે સર્વને દાન આપે છે પણ એવા દુઃખીને કાં દેતા નથી? તે વખતે રાજાએ સેવક મોકલી તેને તેડા
બે, તે પણ આવી નમસ્કાર કરી ઉભે રહ્યો. રાજાએ કહ્યું કે હે પુરૂષ! તું દુખિત થઈ કાછ કાપે છે, માટે દુઃખ નહિ ભગવ. તેને જોઈએ તે હું આપું. તેણે કહ્યું કે હે સ્વામી! હું મમ્મણનામે વાણીઓ છું, મને બે બળદ જોઈએ છીએ. તેમાં એક તે મેળવ્યા છે પણ બીજાને મેળવવામાટે ઉદ્યમ કરું છું. રાજાએ કહ્યું કે અમારે ઘેર હજારે બળદ છે, તેમાં જે સારો હોય, તે તે લે. વણિક બેલ્યો કે મારા બળદીઆ અન્ય જાતિના છે, તમારા તેવા નથી અને મને તે મારા બળદ જેજ બળદ જોઈએ! તે સાંભળી તેના બળદને જોવા માટે રાજા તે વણિકને ઘેર આવ્યા, ઘરમાં અત્યંત સમૃદ્ધિ દીઠી તથા સુ. વર્ણમય રત્નજડિત એક બળદ દીઠે. તે જોઈ રાજા વિસ્મય પામ્યું અને તે સર્વ સમાચાર રાણીને જઈ કહ્યા. ચેલણ પણ ત્યાં બળદ જોવા સારૂ આવી, બળદ જોઈને મમ્મણ પ્રત્યે બેલી. એવાં લાકડાં કાપવાથી તારે એ વૃષભ કેમ પ્રાપ્ત થશે? તે બોલ્યા કે એવાં વૃષભને અર્થે મેં સમુદ્રમાંહે પ્રવહણ પૂર્યા છે. પરદેશમાં એ લાકડાં વેચીને તેનાં નાણું તથા રત લઈ આવીશ. તેમાંથી વૃષભ આવશે. એ કાષ્ટ જે છે, તે બાવનાચંદન છે, એને મર્મ જે પરીક્ષક હેય, તેજ જાણે. હું પણ બીજા કેઈને શીખવતો નથી. પછી રાજા રાણું તેના લાભનો વિચાર જાણું વિષાદ કરતાં પાછાં ઘેર આવ્યાં. હવે તે મમ્મણ શેઠ અતિ લોભના વશથી આત્ત ધ્યાન કરતો વિપત્તિ પામતે અપૂર્ણ મનેરચેંજ મરણ પામી તિર્યંચાદિકને વિષે ઘણુ ઘણા ભવપર્યત ભમ્ય. એમ જાણી ભવ્યજી પરિગ્રહની વિરતિ કરવી.