________________
ધિત અધિકાશ.
.
પ્રથમ તે ધનહીન પુરૂષને જગતમાં જીવવું નકામું છે. કારણકે (ધનહીનત્વને લીધે સર્વ ઠેકાણે) પરિણામરહિત હોવાથી તેણે કેઇના ઉપર કરેલ કેપ કે ઈનાપર કરેલ પ્રસાદ એ બને નિષ્ફળ થાય છે. ૧૩.
દુઃખમય દરિદ્રતા. अहो नु कष्टं सततं प्रवासस्ततोऽतिकष्टः परगेहवासः । कष्टाधिका नीचजनस्य सेवा, ततोऽतिकष्टा धनहीनता च ॥ १४ ॥
હમેશ પ્રવાસ કરે દુઃખકારક છે, તેના કરતાં બીજાને ઘેર રહેવું વધારે દુઃખકારક છે, તેના કરતાં નીચ મનુષ્યની નોકરી કરવી અધિક દુઃખકારક છે, સર્વના કરતાં જે ધનહીનતા તે અતિશય દુખજનક છે. ૧૪.
તથા
ઉપેન્દ્રવજ્ઞા (ઉપ-૨૬). वरं वनं व्याघ्रगजेन्द्रसेवितं, द्रुमालयः पत्रफलाम्बुभोजनम् । . तृणानि शय्या वसनं च वल्कलं, न बन्धुमध्ये धनहीनजीवनम् ॥१५॥
વાઘ અને બહેકી ગયેલ હાથીવાળું વન સેવવું સારૂં, વૃક્ષનું (પર્ણકુટીનું) ઘર બાંધીને પત્ર, ફળ અને પાણીનું ભેજન કરવું સારૂં તથા ખડની પથારી કરવી અને વૃક્ષની છાલ પહેરવી સારી પણ સ્વકુટુંબમાં નિર્ધનપણે વાસ કરે એ સારું નથી. ૧૫. - દરિદ્રમાં અને તાપસ-મુનિમાં થોડો તફાવત. फलाशिनो मूलतृणाम्बुभक्षा, विवाससो निस्तरशायिनश्च । गृहे विमूढा मुनिवच्चरन्ति, तुल्यं तपः किन्तु फलेन हीनम् ॥ १६ ॥
ફળને આહાર કરનારા, ઝાડનાં મુળીયાં તથા ઘાસ અને પાણીનું ભક્ષણ કરનારા, વરહિત, બિછાના વગર ભૂમિ ઉપરજ શયન કરનારા દરિદ્રજને પણ મૂઢતાપૂર્વક ઘરમાં તાપસ મુનિઓના જેવું તપ આચરે છે. ફરક એ છે તે તપ ફળથી રહિત છે. કારણ કે મુનિયે વિમૂઠી એટલે મૂઢતા રહિત (જ્ઞાનીઓ) હોય છે અને તે કર્મના ફળશું છે તે જાણે છે અને દરિદ્રજનો વિમૂઢી: અત્યંત મૂઢ અને હેતુન (ફળના) અનભિન્ન હોય છે માટે તેને ફળ કાંઈ મળતું નથી. ૧૬.