________________
વર્ષ
વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ-ભાગ ૨ ઘણેજ બુદ્ધિશાળી છતાં જે પુરૂષ વિભવહીન હોય તે ઘી, તેલ, મીઠું, અન્ન, વસ્ત્ર, ઈન્જન વિગેરેની સદાકાલ ચિંતાથી તેની બુદ્ધિ હણાઈ જાય છે. ૧૦. જે સુખનાં સાધને તે દુખનાં હથિયાર બને છે.
ઢિની.' वीणा वंशश्चन्दनं चन्द्रभासः, शय्या यानं यौवनस्थास्तरुण्यः । नैतद्रम्यं क्षुत्पिपासार्दितानां, सर्वारम्भास्तण्डुल प्रस्थमूलाः ।। ११ ।।
વીણ તથા સુંદર વાછત્ર હોય, શીતલ ચંદન, ચન્દ્રને પ્રકાશ સુંદર હોય, શય્યા હોય, વાહન હોય, નવાવના સ્ત્રીઓ હોય તે પણ સુધા તૃષાથી પીડિતને તે કંઈ રુચતું નથી. એ સમગ્ર સમારંભે શેર અન્નની પાછળ છે (જે અન્નની ચિંતા ન હોય તે તમામ રૂચિકર થાય છે). ૧૧.
કાલીદાસ કવિ દરિદ્રતાથી અજ્ઞાત.
કપાતિ (ફર થી ૪). एको हि दोषो गुणसनिपाते, निमज्जतीन्दोरिति यो बभाषे। .. नूनं न दृष्टं कविनापि तेन, दारिद्यमेकं गुणकोटिहारि ॥ १२॥
ઝાઝા ગુણમાં એક દોષ ડુબી જાય છે એટલે ગણત્રીમાં આવતું નથી એમ કવિ કાલીદાસનું કહેવું છે. પણ તેણે કરડે ગુણેનો નાશ કરી નાખનારું દારિદ્ર જેવું જણાતું જ નથી.
સારાંશ–જેમ ચંદ્રબિંબમાં રહેલી કાળાશ, શીતકર અને ઉજવળ તેમના (ચંદ્રના) પ્રકાશને લીધે દેષરૂપે ગણાતી નથી તેમ એક અવગુણ પુષ્કળ ગુણમાં દેષરૂપે ન ગણાય એમ કવિની માન્યતાને અહીં આક્ષેપ કરવામાં આવે છે; કારણકે દરિદ્ય સર્વગુણનાશક છે. ૧૨. ગરીબ કેઇના ઉપર મહેરબાની બતાવે કે કેપ કરે
એ સર્વ નિષ્ફળ છે. धनैर्विमुक्तस्य नरस्य लोके, किं जीवितेनादित एव तावत् । यस्य प्रतीकारनिरर्थकलात्कोपप्रसादा विफलीभवन्ति ॥ १३॥
१ मात्तौ गौ चेच्छालिनी वेदलोकैः । મગણ, તગણ, તગણ, બે ગુરૂ અક્ષરો મળી અગીઆર અક્ષરનું એક ચરણ થાય છે એવાં ચાર ચરણ મળી રાષ્ટિની છંદ કહેવાય છે. ચોથે તથા સાતમે અક્ષરે યતિ આવે છે.
૨ પ્રસ્થ એટલે ૬૪ તોલાભારનું ૧ માપ થાય છે.