________________
પરિ છે, દરિદ્રતા-અધિકાર.
૪૦૧ ધર્મ, અર્થ, કામથી રહિત અને પરાન્ન ભેજન કરનાર દરિદ્રનું કાગડાની માફક લાંબુ આયુષ્ય નિરર્થક છે (દુઃખમય છે. ) ૬.
વિના મૃત્યુએ આકૃતિની વિકૃતિ. कण्ठे गद्गदता स्वेदो, मुखे वैवर्ण्यवेपथू ।
म्रियमाणस्य चिह्नानि, यानि तान्येव याचतः ॥७॥ જેટલાં મરનારને ચિન્હો થાય છે તેટલાંજ માગનારને થાય છે. જેમકે કંઠનું રૂંધાવું, પરસે, હોના ચહેરાનું બદલાઈ જવું, શરીરમાં કંપારો વિગેરે (ઉત્પન્ન થાય છે. માટે મૃત્યુ કરતાં યાચના વિશેષ દુઃખદાયિની છે. મરનારને એકજ વખતે તે લક્ષણો દેખાય છે. યાચકને તે સદાય તેજ સ્થિતિ સહેવી પડે છે.), ૭.
યાચકની વાણીને કબુતરની વાણુની ઉપમા. लज्जावतः कुलीनस्य, याचितुं धनमिच्छतः।
कण्ठे पारावतस्येव, वाकरोति गतागतम् ॥ ८॥ શરમાળ અને કુલીન ધન માગવાની ઈચ્છા કરે તે તેની વાણુ કબુતરની વાણીની માફક કંઠમાંજ આવે અને જાય છે (માગી શકતે નથી.) ૮.
દરિદ્રની અવગણના.
મા (૧-૨). पक्षविकलश्च पक्षी, शुष्कश्च तरुः सरश्च जलहीनम् । सर्पश्चोद्धृतदंष्ट्रस्तुल्यं लोके दरिद्रश्च ॥९॥
सुभाषितरत्नभाण्डागार. પાંખ વિનાનું પક્ષી, સૂકાયેલ ઝાડ, જળ વિનાનું સરેવર, દાઢ વિનાને સર્ષ અને દરિદ્ર આ સર્વ જગત્માં સરખાં છે. ૯.
દરિદ્રતાથી બુદ્ધિનાશ. विपुलमतेरपि बुद्धिनश्यति पुरुषस्य विभवहीनस्य । घृतलवणतैलतण्डुलववेन्धनचिन्तया सततम् ॥१०॥
सूक्तिमुक्तावली.