________________
પરિચછેદ,
દરિદ્રતા અધિકાર. દ્રિતા-વિવાર. એક
-
ધન દોષમાં જે દેશે બતાવ્યા છે તે ગ્રહણ કરવાથી દરિદ્રતા પ્રાપ્ત 8252593 થાય છે અને દરિદ્રતા સમાન દુઃખ નથી. બીજા દુખનો પ્રતિકાર હોય છે પણ આને નથી તેથી તેને સમગ્ર દુ:ખનું ઉત્પત્તિસ્થાન કહેવામાં કાંઈપણ અતિશક્તિ નથી. અપમાન, તિરસ્કાર, નિંદા, બુદ્ધિ હોવા છતાં મૂર્ખતા એ દરિદ્રતાથીજ સહેવાં પડે છે. બીજા સમગ્ર પદાથેની કિંમત હોય છે, કારણકે જરૂર પડવાથી તથા પિતાની મેળે બીજા પદાર્થો આવતા નથી તેમને લેવા જતાં મહેનત પડવાથી કિંમત ગણાય છે પણ દરિદ્ર મનુષ્ય જ્યાં જ્યાં પિતાની મેળે જાય છે. ત્યાં ત્યાં તેની કોઈ કિંમત જ નથી. હલકામાં હલકું પણ તેજ મનુષ્ય છે. સર્વથી હલકું રૂ છે પણ તે વાયુવશ ઉડે છે, આ પોતાની મેળેજ ઉડે છે માટે આ વિષયનું વિવરણ કરતાં અંત આવે તેમ નથી તેપણ કેટલુંક સારભૂત વાસ્તવિક દષ્ટાંતરૂપે આ અધિકારમાં જણાવવામાં આવ્યું છે.
દરિદ્ર કેવી સિદ્ધિને પામે છે?
મનુષ્ય (૨ થી ૮). हे दारिद्य नमस्तुभ्यं, सिद्धोऽहं खत्मसादतः ।
येन पश्याम्यहं सर्व, न मां पश्यति कश्चन ॥ १॥ હે દરિદ્રતા ! તુને નમસ્કાર છે. તારી કૃપાથી હું સિદ્ધ થયેછું જેથી હું તમામને જોઉં છું પણ મને કેઈ જેતો નથી (જેમ સિદ્ધ સિદ્ધિના બળથી સર્વ જઈ શકે છે પણ તેમને કઈ જઈ શકતું નથી તેમ હું માગવાની ઈચ્છાથી સર્વને ઉછું પણ મને આપવું પડે જેથી મારા સામું કઈ જેતા નથી.) ૧.
દરિદ્રને કઈ પણ પૂજતું નથી. वरं रेणुवरं भस्म, नष्टश्रीन पुनर्नरः।
मुक्त्वैनं दृश्यते पूजा, कापि पर्वणि पूर्वयोः ॥२॥ નષ્ટશ્રી (લહમીરહિત) પુરૂષ કરતાં ધુળ અને રાખ સારાં (ઉત્તમ). કારણકે કેઈપણ પરબમાં તે ધૂળ અને રાખ પણ પૂજાય છે પણ નષ્ટશ્રીની કોઈપણ જગ્યાએ પૂજા થતી નથી. ૨.