________________
વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ માય .
ધનલોભથી આપત્તિનું આવવું. धनाशया खलीकारः, कस्य नाम न जायते । दूरादामिषलोभेन, वध्यते खेचरः खगः॥१०॥
सुभाषितरत्नभाण्डागार. જેમ માંસના લેભથી આકાશગામી પક્ષીને દૂરથી વધુ થાય છે; તેમ ધનની આશાથી કેને સામા માણસથી દુઃખ સહન કરવું પડતું નથી? (અથત શુભકમીને થતી નથી.) ૧૦. '
ઘણે ભાગે દ્રવ્ય દુખરૂપ છે. अर्थानामर्जने दुःखमर्जितानां च रक्षणे । आये दुःखं व्यये दुःखं, धिगर्थं दुःखभाजनम् ॥ ११ ॥
- સૂ¢િમુવ. પિસા મેળવવામાં દુઃખ, મેળવેલાના રક્ષણમાં દુઃખ, ધન આવતાં પણ દુઃખ અને જાતાં પણ દુઃખ થાય છે; માટે દુઃખના પાત્રરૂપ પૈસાને ધિક્ છે (તેમાં નિ:સ્પૃહ રહેવું તેજ ઠીક છે.) ૧૧.
ધનિકનાં છિદ્રાન્વેષણ સહુ કરે છે.
સાથ (૨ થી ). अन्यायमर्थभाजां, पश्यति भूपोऽध्वगामितां चौरः। पिशुनो व्यसनप्राप्ति, दायादानां गणः कलहम् ॥ १२॥
काव्यमाला-गुच्छकअष्टम. રાજા ધનવાનના અન્યાયપર નજર રાખે છે, ચાર તેની મુસાફરી પર ટાપેલો હોય છે, ચાડીયા વિગેરે નીચ લેકે તેને દુઃખ પ્રાપ્ત થાય તેની રાહ જુએ છે અને તેના ભાયાતે તે કલેશમાં ફસાય તે ઠીક એવી દષ્ટિ રાખે છે. ૧૨.
ધનરૂપી રેગ. बधिरयति कर्णविवरं, वाचं मूकयति नयनमन्धयति । विकृतयति गात्रयष्टिं, सम्पद्रोगोऽयमद्भुतो राजन् ॥ १३ ॥ હે રાજન! ચમત્કારિક આ સંપદ્દ (ધન) રૂપી રોગ કાનનાં છિદ્રને બહેરાં કરે છે, વાણીને મૂંગી કરે છે, નેત્રને અંધ કરે છે અને શરીરમાં વિકાર કરે છે.