________________
મરણોન્મુખથા-અધિકાર.
૭૧ જણ ઉઠાવી અનેક ક્રિયા કરે છે કે જેથી પ્રાણ જવાની વેદનાની સાથે વિશેષ ઉમેરો કરે છે. આ અગ્ય છે એમ દેખાડવાને આ અધિકારને સ્થાન આપવામાં આવ્યું છે.
મનુષ્ય પલંગઉપર મરી જવાથી “જો શુભ કર્મ કર્યા હશે
તે” નરકમાં જશે નહિ.
(રાગ ઉપર પ્રમાણે). ડાહ્યા દેશી, માનવી મરવા દેને પ્રૌઢ પલંગમાં, નથી નથી નકે એથી જવાનું આવ મનુષ્યના ઢંગમાં-ટેક. જેણે નીતિ પાળી ભગવાન ભજ્યા, પરધન પરદારા પાપ તજ્યાં, સંસારી સકળ સદ્દગુણ સજ્યા.
ડાહ્યા દેશી. ૧ પ્રભુ પ્રીત્યર્થે કર્તવ્ય કર્યું, બહુ દીનદુઃખ દારિદ્ર હયું, જેનું ચિત્ત નિત્ય પ્રભુમાંહિ ઠર્યું. પડી ભેપર પાપી પ્રાણ મૂકે, ગંગાજળ તલ તુલસીજ મુખે, મર મેલે પણ પ્રભુ નૅજ ચુકે. એના દુઃખ દરદથી હાડ ગળે, તે નાપે ભેય ન કેમ કળે, ભેગ મળ્યા તમે સંબંધી મળે. કદી થાતી હોય સ્મૃતિ જેવી ગતિ, તેય મિથ્યા મેહેનત મૂઢમતિ, થાય કામ પ્રમાણે તેની સ્મૃતિ, કેળ ખાય ડુંગળી મનભાવે ઓડકાર એલચીને નાવે, તેમ શઠને શુધ સ્મૃતિ ન આવે. આગળ બે ત્રણ જણ માત્ર રહો, બહુ ગંભીરતા દેખાવ ગ્રહ, ધીમે ધીમે પ્રભુનું નામ લહે. આ વલ્લભદાતણ વિનતિ, નિરખે તે નિર્મળ થાય મતિ, નહિ તે દિલમાં દિલગીર અતિ.
સુબેધ ચિંતામણિ–વલ્લભદાસ પોપટભાઈ. પ્રાણીને મરણ વખતે વિક્ષેપ ન કરવો જોઈએ પણ શાંતિ રહે તેને માટે આપણે બનતી કાળજી રાખવી એમ બતાવી આ મરણેનુખદયા અને ધિકાર પૂર્ણ કરવામાં આવે છે.