SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ ભાગ ૨ છે. આમ કબાટમાં મૂકવા જાય છે. તેવામાં પણશાની પછવાડે એક જબરજસ્ત નાગ જોઈ) સ્વામીનાથ, જલદી આમ આવતા રહો! તમારી પછવાડે નાગ છે. કૃપણશા–(ભયભીત થઈ) હું શું કહે છે! (એમ કહી દોડવા જાય છે તેવામાં તે નાગદેવે પોતાનું કાર્ય સાધી લીધું) કાન્તા–(સ્વગત) ખરેખર! કુદરત કુદરત!! તારે ઘેર સદા ન્યાય છે.) બસ થયું. કરણીનાં ફળ મળી ચુક્યાં. બહાર ખબર પડવાથી આડશીપાડેશી સગાંસંબંધી વિગેરે સૌ ભેગાં થઈ જાય છે; પોલીસ કોને ખબર પડવાથી તે પણ ત્યાં આવી પહોંચે છે અને છેવટ કાન્તાને નિર્દોષ ઠરાવી આ બંનેને શેઠીઆઓનાં શબને અગ્નિસં. સ્કાર દઈ સૌ પોતપોતાને ઘેર જાય છે. આ દષ્ટાંત નીતિ ઉપર રહેવા તથા અનીતિથી દુર ખસવા ધડે લેવા જેવું ખાસ છે. કન્યા નિમિત્તે ધન ખરચી વિવાહ કરે એ અઘટિત છે. આવા દુષ્ટ રીવાજથી આપણી પ્રજામાં સ્ત્રીઓની ન્યૂનતા અને હલકી પદવી માનવામાં આવે છે અને આમ ઉત્તરોત્તર આર્યાવત્ત અવનતિ થતી જાય છે. અહાહા!!! બિચારી કેમળ મૃગલીને સિંહના મેઢામાં મૂકી ગરીબડી ગાયને કસાઈના દ્વારે બાંધી, નાજુકવેલીને હાથીના પગ તળે ચંપાવી અને ગુલાબનાં પુષ્પને ધગધગતા અંગારામાં હેમી અત્યાનંદમાં કાલક્ષેપ કરનાર નિર્દય માબાપને કયું વિશેષણ લગાડવું? કર હદયનાં ઘાતકી માબાપે જેમ કસાઈ પિતાનાં માની લીધેલાં ઘેટાં, બકરાં ઇત્યાદિ પશુઓ પર મમતા ધારણ કરી છેવટે તેની જીદગીને અંત આણે છે તેમ જીવદયાના હિમાયતી હવાને પેટે ડાળ રાખી પિતાનાં સંતાનેને લાંબી આશાએ ઉછરીને જ મારી નાખે છે. કસાઈઓ મારવા ધારેલ પ્રાણીઓને એક પળમાં જીવનરહિત કરે છે, ત્યારે કહેવાતા દયાળ માબાપ મારવા ધારેલ સંતાનને રીબાવી રીબાવી લાંબા કાળે તેને પ્રાણ લે છે. વાડ જ્યારે વેલાનું ભક્ષણ કરે, રાજા જ્યારે પ્રજાને પીડે અને સત્ ૫ રૂષે જ્યારે કુડી દષ્ટિથી નિહાળે ત્યારે ઉન્નતિની આશા ક્યાં રાખવી? નિર્મળ જળથી વહેતી દિવ્યસરિતા જેવી કન્યા મડદાસાથે પરણાવાય, મુક્તાને હાર મર્કટની કેટે નંખાય, પાનનાં બીડાં પાડાને અપાય અને ઘેવરનાં ભેજન ગધેડાને ખવરાવાય ત્યારે હવે બાકી શું રહ્યું? કન્યાવિક્રયથી થતી સાંસારિક અને પારમાર્થિક બને હાનિઓ ઉપરની સમજુતીથી દર્શાવેલ છે તે પર વિચાર કરી તેનાથી દૂર રહેવું એજ શ્રેયસ્કર છે. * સત્યપ્રકાશ ભાગ ૨ જે.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy