SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. કન્યાવિદાય-અધિકાર. ૩૫૯ જેવાની પૂર્ણ કાળજી રાખીએ છીએ. પણ પિતાની લ્હાલી અને માનપાનમાં ઉછરેલી પુત્રીને માટે વર ખેળતાં એક ડોસાને વહેરી તેના દાંત પણ જેવાની દરકાર ન રાખીએ એ કેટલું બધું શરમભરેલું કહેવાય? જનાવર અને વસ્તુઓ વેચવાની પહે પિતાનાં સંતાને વેચવાં એ કુદરત શું સહન કરી શકશે? (આમ સ્ત્રી પુરૂષને સંવાદ ચાલી રહ્યો છે. તેવામાં મોતીચંદ કરીને મહા જનને માણસ આવે છે). મેતીચંદ–(પડશાળમાં આવીને) શેઠ સાહેબ! એ શેઠ સાહેબ! કૃપણુશા–પિતાના નામનો સાદ સાંભળી બારીમાં જુવે છે.) કેણું મતી ચંદ! આવ અંદર આવ. કેમ અત્યારે? મોતીચંદ(અંદર જઈ) શેઠ સાહેબ! આપણા ગામની અંદર આજે મફ તચંદ શેઠે પિતાની નવ વર્ષની બાલિકાનું મુંબઈથી વરવા આવેલ પાંસઠ વર્ષના ડિસા સાથે વેવિશાળ કર્યાની ખબર પડતાં તેને માટે વિચાર કરવા સારૂ લેભીલાલ શેઠે મહાજન ભેગું કરવાનો હુકમ કરેલ છે. માટે આપ પણ વેળાસર પધારશે. (જાય છે). કાન્તા–પ્રિય સ્વામીનાથ! સાંભળ્યું કે? ખરેખર મફતચંદ શેઠે (શઠે) પિતાની નવ વર્ષની બાળકી પાંસઠ વર્ષના ડિસાને આપી એ ઘણુંજ અઘટિત કરેલ છે. આવા કારણને લઈ મહાજન ભેગું થાય છે તે સ્તુ ત્ય અને પ્રસંશનીય ગણું શકાય. મારી માન્યતા પ્રમાણે જરૂર મક્તચંદ શેઠને મહાજનતરફથી તિરસ્કાર મળશેજ. વહાલા! આપણે પણ જે મનોરમાનું વેવિશાળ શે. નગીનદાસ તારાચંદસાથે કરીશું તે મને હાજનશ્રીને તિરસ્કાર સહન કરે પડશે. માટે તે વિચાર માંડી વાળજે. કારણકે “લાખ જાય તે આવે પણ શાખ જાય તે કદી પણ આવે જ નહિ.” કૃપણુશા–પણ મહાજનની મિટીંગમાં એક લોભીલાલ શેઠ સિવાય તેની તાકાત છે કે મારી સામું એક શબ્દ પણ બેલી શકે? કારણ કે હું અને ભીલાલ શેઠ અમે બન્ને જ મહાજનમાં કર્તાહર્તા છીએ. ભીલાલ શેઠ મારે ખાસ સનેહી છે. તે તેને આડું અવળું સમજાવી દઈશ. પણ નગીનદાસ શેઠ જેવું ખાજ હાથમાંથી કદી પણ જવા દઈશ નહિ. (એટલામાં મુંબઈથી વરવા આવેલ ઘરડા વરનો એક મુનીમ રતીલાલ બનીઠની પાંચ પાંચ રૂપીઆની નોટના ચાર કટકા ખીસામાં મારી કૃપણુશા શેઠનું ઘર પૂછતે પૂછતે આવે છે). રતીલાલ-(રજા મેળવ્યા બાદ પ્રવેશ કરીને) શેઠ સાહેબ. (સલામ ભરે છે).
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy