SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwwwwwwwwwww w wwwwww wwwwwwwwwwwwvu પણ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ--ભાગ ૨ જે. એણમે ૧ર૮પ ૬૦ (બાર પંચા ને સાઠ) કન્યાથી વરની ઉમ્મર ફક્ત પાં ચગણું છે. કાન્તા–વાહ વાહ! શું જમાઈ શોધવામાં કુશળતા વાપરી છે! શું બાર વરસની બાલિકાને ગુણવાન માળીના કંઠમાં ન ધરતાં એક બાવળના હુંઠાને અર્પણ કરવા જિજ્ઞાસા દર્શાવે છે? ચંદ્રમણિ જેવી ઉજવળ કન્યાદેવીને વૃદ્ધ જડસારૂપ જસતમાં જડી સુખી સંસારનો લેશ પણ લહાવે ન લેવા દેતાં ઉલટી દુઃખરૂપી સમુદ્રમાં બિચારી અબેલ બા“ ળાને ધકેલી પાડો છો ? અને વિશ્વાસથી જીવતા બળી મરવા કન્યાવિકયની ચિતા ખડકી નિર્દોષ પુત્રીનું જીવિત શું ધળ કરવા ચાહો છે ? નિર્મળ જળની વહેતી દિવ્ય સરિતા જેવી કન્યાને વેચી કરી તમારા પેટને બળીદાન આપવા મંગળ કન્યાની વિકયના હોમમાં આહુતિ આપતાં જરા પણ અચકાતા નથી? શું “બીવી મીયાં જે તે મીયાં કમર જોગ” એ કહેવત પ્રમાણે નાની બાર વર્ષની બાલિકાને સાઠ વરસના ડિસા સાથે પરણાવી મડાસાથે મીઢળ બાંધવા જેવું નથી બનતું? અને ચોરીમાંજ કન્યાદાનને બદલે રંડાપ આપવા જેવું થતું નથી? કૃપણશા–હવે બેસ બેસ! વધુ ગડબડ કરી છે તે આ સોટીને સ્વાધીન થઈશ. અઢી હજાર રૂપિયા વગર મહેનતે ઘેર બેઠાં મળે છતાં એ મૂર્ખ કેણ હોય કે તે રૂપિયાને તજી દીયે! શું લક્ષ્મી ચાંલ્લે કરવા આવે ત્યારે મોટું જોવા જવું? ના ના તે કદી પણ બનશે જ નહિ. અત્યારે તે પૈસા એજ દઢ પરમેશ્વર છે. એક કવિ કહે છે કે – વસંતતિલકા છંદ. આ સૃષ્ટિ તે સુજન સવ ને વસે છે; દ્રવ્યાર્થ કારણ બધાં દુખમાં ધસે છે; જે હોય દ્રવ્ય બહુ તે સુખ સર્વ પામે; તેના વિના કવિ કહે દુખ ઠામ ઠામે ખરેખર પિસાની તો બલિહારી છે. જે પૈસે હોય તે મા, બાપ, ભાઈ, કુટ, કબીલે, સગાં, સ્નેહી વગેરે મારાપણું બતાવી સેવામાં હાજર રહે છે. જે પૈસે હોય તે નાતજાતમાં પણ અગ્રેસરપણું મળે છે અને જે પૈસે હોય તે મોટી મોટી પરિષદમાં પણ પ્રમુખસ્થાન મળે છે. સમજી? વળી આપણામાં કહેવત છે કે “પૈસો એ મનુષ્યનું અગીઆરમું પ્રાણ છે” લક્ષ્મીદેવીની અકપાથી કેવી દશા થાય છે એ તને ખબર છે? જે સાંભળ?
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy