________________
કન્યાવિક્રય-અધિકાર.
ઉપપ કાન્તા-વહાલા! આપનાં માધુર્યમય વચનામૃતનું પાન કરતાં જે અત્યાનંદ
ઉત્પન્ન થાય છે તે અકથ્ય અને અવર્ણનીય સમજશે. પતિ! પૂર્ણિમાના પૂર્ણ ચંદ્રોદયની ચળકતી કાંતિને તિરસ્કાર કરનાર ગુણદેવી મનેરમા કે જેની જીવનદોરી આ૫ જેના હાથમાં સોંપવા માગે છે, તેની
યેગ્યતાવિષે આપે પરિપૂર્ણ તપાસ તો કરી જ હશે! કપણુશા–એક પૈસાનું શાક ખરીદવા જતાં સારું ને સખ્ત શેધવામાટે ચારે
કેર ફરી બિચારા બકાલીને તેના પમાડી દઉં છું. તે શું મારી માનપાનમાં ઉછરેલી મનેરમામાટે વર શોધવામાં બેદરકાર રહે એ બનવા
ગ્ય છે? ખુદ લક્ષમીદેવીએજ જેનું દાસત્વપણું સ્વીકાર્યું હોય તેની
યોગ્યતામાં કિંચિત્ માત્ર ખામી હોય ખરી?. કાતા–વાહ વાહ! ત્યારે તે રૂપ, ગુણ અને વયની પણ સમાનતાજ હશે! કપણશા–તારે તે બધીએ પંચાત! શું તારી માફક અમે નવરા બેઠા
છીએ કે તેને જવાબજ આપ્યા કરીએ! કાન્તા-કૃપાનાથ! શાંત થાઓ. વહાલા શામાટે ધાગ્નિની જવાળામાં દગ્ધ
થાઓ છે! પુત્રીની માતાતરીકે ફરજ બજાવવા મને શું તે પ્રશ્ન પૂછવાનો
અધિકાર નથી? કપણુશા–અરે વાહ વાહ!!! આ તે ડહાપણને દરીએ લાગે છે ને
શું! રૂપગુણને વળી તારે શું કરવા છે. રૂપાળા તો કુંભારના ઘરના ગધેડા પણ હોય. જો તારી દીકરી જીવે ત્યાંસુધી ખાવાપીવામાં કે ૫
હેરવા ઓઢવામાં દુઃખી થાય તો મને કેજે! કાતા–કૃપાસિંધુ! રૂપ, ગુણ અને વયની સમાનતાને લઇ દંપતિ સ્નેહનાં
સામ્રાજ્યની સાનુકૂળતા દષ્ટિગોચર થાય છે. જ્યાં એ ત્રિપુટીની પધરામણું નથી ત્યાં ગ્લાનિ, ઉદ્વેગ, ભય, કુસંપ અને નિરાશાપણું આદિ દુર્ગુણે નિરખવામાં આવે છે. પતિ! ઓ વ્હાલા પતિ!! સ્ત્રીનું ખરું જીવન, સ્ત્રીનું ખરું ચૈતન્ય અને સ્ત્રીને ખરેખરે આંતરવિલાસ એ ત્રિપુટીમાંજ સમાએલ છે. માટે તેની ખાસ અગત્યતા સ્વીકારી આ પણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ. પરંતુ આપની માન્યતા પ્રમાણે રૂપ, ગુણને ડીવાર અલગ મૂકી હું જાણવા ઈચ્છું છું કે વયની તે
સમાનતા છે ને? કૃપણશા–આટલા બધા પોથા ઘેથા ફેરવે છે તે પણ હજી સમજણ તે આ
વિજ નહિ. શું રૂપ, ગુણ અને વયની સમાનતા જોતાં લક્ષમીદેવીની આપણુપર કૃપા થાય ખરી? જ્યારે અઢીહજાર રૂપિયા જેવી એક ગંજાવર રકમ આપવા તેણે કબુલ્યું ત્યારે તે મેં ફક્ત હા પાડી. તેપણ તારા કહેવા પ્રમાણે વરકન્યાની ઉમ્મરમાં ઝાઝે તફાવત નથી,