________________
be.
કહેમ-ભધિકાર:
ખુમ સુણી બહુ લેકે કારણ પૂછ્યું તે કહે, છે તેા ઘર ઠીક પણ બીક બહુ લાગે છે; નકી ભૂત થાય મરી જાય જે નવા ઘરમાં, આ ઘરમાં ભાઈ ભારે ભૂતાવળ જાગે છે; રાત અરધીક જ્યારે જાય દલપતરામ, ધણણણ ધણણણુ, ઘટડી વાગે છે.
ઈંદ્રવિજય છ ૪.
મારણ મંત્ર ખેંચીત ક્ષમા, મન મેાહન મત્ર રૂડી ચતુરાઇ; સ્તંભન મત્ર સદા સનમાન,
પ્રક ણુ મત્ર સ્નેહ સચાઈ ; એમ ઉદ્યાગિપણુંજ ઉચાટન,
વાણિ ભલી વશ કારક ભાઈ; અન્ન સજીવન ઔષધી છે,
દલપત્ત કહે જળમાં અમૃતાઇ;
છપ્પા.
રવિને શિર રિપુ રાહુ, ચંદ્ર ક્ષય રોગી આપ, મંગળ છે અંગાર, મુધ શિર લક છાપ; ગુરૂએ ગુમાવિ નારી, શુક્ર આંખે છે કાંણા, શનિ લુલે સર્વદા, રાહુ શિર વિના ગણાણા; વળી કેતુને તેા ધડ નથી, એમ નવે દુખીયા થયા; ગ્રહ નડવાથીજ દુઃખ થાય તેા, ગ્રહને ગ્રહેા નડયા કિયા.
મનહર છંદ.
સીતાપતિએ ન જાણ્યું સીતાનું હરણ થશે, સીતાએ ન જાણ્યું જે સન્યાસી પ્રતિકૂળ છે; દેવપતિએ ન જાણ્યું દમયંતી નહિ પામું, નારદે ન જાણ્યું મેહની તા માયામૂળ છે;
wwwvi
૪