________________
હરહ
MANAM
પરિ છે,
ગતાનગતિક અધિકાર. બિના બિચારે જે કરે સે પીછે પછિતાય.
- ગિરધર.” એક વખત મોહરમના દિવસોમાં કતલની રાત્રિએ ઐલિયાની દરગાહમાં બીરબલ પિતાના દીકરાને સાથે લઈ શાહના પ્યાર માટે પગે લાગવા ગયું , તે વખતે બીરબલના દીકરાના પગમાં ઘણી કિંમતી ઝીક ટપકીથી ભરેલી મોજડીઓ હતી તે દરગાહમાં જતી વખતે પગમાંથી બહારના ભાગમાં ઉતારી હતી. પાછા વળતાં તે મેજડીમાંથી એક મેજડી હાથ લાગી પણ બીજી મેજડીને પત્તો લાગ્યું નહિ. મતલબમાં ઘણુજ ભીડ હતી તેથી એક મેજડી લેઇ પિતાના મુકામે ગયે, પણ તે મેજડી તે માણસોની ઠેસે ચડવાથી છેક ઔલિયાની કબર નજીક જઈ પહોંચી. જ્યારે દરગાહ બંધ કરવાનો વખત થયો ત્યારે પૈસા વિગેરે સમેટી લેતાં તે મેજડી કેદની નજરે પડી અને હાથ લેઈ જઈ તે, કઈ દિવસ નહિ દીઠેલી તેવી નવીન તથા કિંમતી જેમાં હાજર રહેલા સાએ વિચાર્યું કે આ મેજડી કેઈ આદમ જાતની નથી, પણ નક્કી લીઆની હોવી જ જોઈએ. નહિ તે કબર નજીક કયાંથી હોય? ખચીત એલીઓને આ એક જાતને પ્રસાદ છે, એમ ધારી
લીઆના પ્રસાદને સર્વે મુસલમાને તોબા સાહેબ” એમ બેલતા માથે આંખે અડાડી ગાલે લગાડવા લાગ્યા, તેમજ બાલબચ્ચાને અને બીવી વિગેરે તમામ લોકોને માથે આંખે અને ગાલ ઉપર શબ્દ બેલતાં અડાડી અહો ભાગ્ય માનવા લાગ્યા, જ્યારે પ્રભાત થયું ત્યારે તે મોજડી લઈ શાહ હજુર તે દરગાહને મુજાવર ગયો, અને રાત્રિની હકીકત કહી તેથી શાહ ઘણે ખુશી થયે અને પોતે તથા પોતાનાં બચ્ચાં અને હુરમ વિગેરે સર્વ જણે માથે આંખે અને ગાલે અડાડી તબાહ સાહેબ” એમ બેલી ખુદાનો આભાર માન્ય. જે વખતે બીરબલ કચેરીમાં આવ્યું તે વખતે શાહે લીઆના ચમત્કારિક પ્રસાદની વાર્તા કહી મેજડી બતાવી, તે જોઈ બીરબલ બોલ્યા કે “અરે ખુદાવિંદ! એ તે મારા છોકરાના ૫ગની મેજડી છે. જે આપને ખાત્રી ન થતી હોય તે એના જેડાની બીજી મારે ઘેરથી મંગાવી આપું, એમ કહી બીજી મોજડી મંગાવી મુકાબલે કર્યો તે એકજ જાતની અને તેના છોકરાના પગનીજ જણાઈ તેથી શાહ અને સઘળે મુસલમાન વગ બહુજ શરમિંદ થયે કે “આપણે એલીઆને પ્રસાદ સમજી માથે આંખે અને ગાલે બીરબલના છોકરાના પગની મોજડી અડાડી એ કેટલી બધી અણુવિચારભરી ભૂલ થઈ છે. “સબસે બડી ચુપ!” એમ કહી મુંગે હે પિતતાને કામે લાગ્યા,
* બીરબલ બાદશાહ,
૪૨