SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ–ભાગ ૨૨, મામ આ સાંભળી મહાજનના મૂખીઓને ઘણે ક્રોધ ઉપજે, તેથી વધારે જેસથી કહ્યું, અરે બેવકૂફ! બસ! બસ! શું મહાજનની મશ્કરી કરે છે? હુકમ ઉઠાવે છે કે નહિ? એક તે તારે પક્ષ ગેરવ્યાજબી છે ને ઉલટે સામે થાય છે? ન માને તે તારી મરજી. પણ યાદ રાખ. ગેરવ્યાજબી કામનાં નઠારાં ફળ નડયાવગર રહેશે નહિ. મહાજને આટલું આટલું કહ્યું, પણ જક્કી ઓઘડ એકને બે થયે નહિ ને પિતાની ખીંટી ફેરવી નહિ. રામાએ તુરત એગ્ય અધિકારી પાસે ફરિયાદ કરી, મહાજન લેકેની શાહેદી આપી. તેમના તથા બીજા બંને પક્ષના પૂરાવા ને દલીલ સાંભળી, અધિકારીની નજરમાં રામાની ફરીઆદ વ્યાજબી લાગવાથી એ ઘડે મારેલી ખીંટી ફેરવવા અને રામાને થયેલ તમામ ખર્ચ ઓઘડે આપવા હુકમ કર્યો. આવી રીતે ખીંટી ફેરવવી પડી, ખર્ચ આપવું પડયું ને કેર્ટમાં જેટલી મુદત તકરાર ચાલી તેટલી મુદત કામકાજ પડતું મૂકી બેટી થવું પડ્યું, એટલું જ નહિ પણ વકીલ વગેરેનું ઘણું ખર્ચ થવાથી ઓઘડ મેટા નુકસાનના બેજામાં આવી પડે. એ રીતે “ડુંગળી ને ખાસડાં” બને મળેલાં જઈ આખરે ઘણું પસ્તાય. ચાર સમજુ ત્રાહિત માણસ શિખામણ આપે તે નહિ માનતાં પિતાની જક્ક પકડી રાખવા ચાહે, તેને આ વાતમાંના એઘડની પેઠે પાછળથી વિમાસવું પડે છે. સરકાર દરબારમાં ફરિયાદ કરવા જતાં રૂપાની ગળી વઢવું પડે છે. એટલે પુષ્કળ વસુ અને વખત બેઉ વ્યર્થ જાય છે. માટે ડાહ્યા માણસોને લાજમ છે, કે માહમાંહેની તકરાર અથવા વધે લવાદ યા પંચથી પતે ત્યાં સુધી પતવે. ભલે તેમાં નુકસાન થતું હોય તે તે ખમવું. અર્થને અનર્થ કરનાર પટેલના પુત્રનું દૃષ્ટાંત. પેટલાદમાં હઠી પટેલ કરીને કણબી રહેતું હતું, તે એની નાતમાં ડાહ્યા માણસ તરીકે ગણાતું હતું. ચાર માણસમાં તેને પૂછયું હતું. હઠી પટેલને ભારે મંદવાડ આવ્યું. મરણની તૈયારીમાં હતું તે વખતે તેને ફિકર થઈ કે મારે એકને એક કરે મારું નામ રાખશે કે નહિ! તેથી ઊડે નિશ્વાસ મૂક્યું. આથી પટેલના છોકરાએ પોતાના બાપને પૂછ્યું, “બાપા, આટલે બધે નિધાસ શા કારણે મૂક પડે? તમને શી વાતનું દુઃખ છે? શું કાંઈ કસર વધારે જણાય છે?” બાપે કહ્યું, “બેટા, મંદવાડની કસર હેય કે ન હોય, તેની હું ચિંતા કરતો નથી. કારણકે એક વખત મરવું તો છે જ. તો પછી વહેલું મરવું એ કેતકમાળા.
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy