SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ જીત. મૃષાવાક્ય અધિકાર. ૧૯૪ ઘણી અજબની વાત છે! ઘાંચી જબરા દેખાયછે! પણ તેની સાથે લડવું તેા ખરૂં. ‘હિંમતે મરદા તા મદદે ખુદા’ એને કાંઇ દાવપેચ આવડતા નહિ હશે, તેથી હું તેને સહેજવારમાં હરાવીશ, પરંતુ અહિં લડવું ઠીક નહિ. કદાચ દેવઇચ્છાથી ઘાંચી જીતે તે શહેરના લેાકેા મારી ફજેતી જુએ, માટે તેની સામે જવું અને વગડામાં કુસ્તી કરવી એ ઉત્તમ રસ્તા છે. કદાચ આપણે હાર પામીએ તા પરમારા પામારા ગણવાનું ઠીક પડે. આવે વિચાર કરી જયમલ ઘાંચીની સામે ચાલ્યેા. ઘેડાક ગાઉ ચાલ્યા એટલે ઉડતી ધૂળવચ્ચે ગાડાંએની હારની હાર આવતી દીઠી. વગર ખળદે ગાડાં આવતાં જોઇ, તેણે જાણ્યું કે ઘાંચણના છે.રાજ એ ગાડાં ખેંચી લાવતા હુશે. નજીકમાં આન્યા ત્યાં તે ખાત્રી થઇ કે આ માંણસ મારીસાથે લડનારા છે, તેથી કાંઈ પણ ચેતવણી આપ્યા સિવાય જયમલ્લે એકદમ ધસારેા કરી ઘાંચીને ભેાંયપર નાંખ્યા. ઘાંચી કાંઇ મલને ગાંજ્યે જાય એવા નહેાતા. યુક્તિથી મલના હાથમાંથી છટકી સામે મૂછપર તાર દેતેા, જાતાડન કરતા તથા મોટા ડાળા ઘુરકાવતા, મલની સામે તિરસ્કારથી જોતા ઉભા રહ્યા. મલ્લે એક જબરી રીડ કરી ઘાંચીની ગરદનપર થપ્પડ મારી, તેને પાડી, પેતે ઉપર ચડયે તેવેાજ ઘાંચી પણ પેચ કરી તળેથી ઉપર થઇ ગયા. આ રીતે ભોંયપર ખનેની મરદામી કુસ્તી ચાલી. પરસ્પર લડતા જાયછે ને ઉપર તળે થતા જાયછે. કાઇ ફાઇને ચીત કરવા સમર્થ થતા નથી. એવામાં મને પાંચ ગાઉ આગળ નીકળી ગયા. એકતરફ ગાડા માંહેલું લેતુ વેરાઇ ગયેલું છે અને બીજીગમ મલની કમરેથી છૂટી ગયેલાં સેાનનાં પુતળાં પણ પડયાં છે. તેવામાં જબુરી નામની એક કેળણ છાણાં વીણવામાટે ટોપલેા લઇ આવી, તેની નજરે એ ખધું પડયું. ચારેતરફ્ જોયું તે કોઇ માણસ દીઠું' નહિ તેથી જબુરી હુરખાઇને તમામ લાહુ તથા સાનું ટોપલામાં ભરી ટાપલા પેાતાની જાતે માથાપર ચડાવી ગામભણી ચાલતી થઇ! પેલે મધુ અને ઘાંચી છેવટ થાકી ગયા. ફ઼ાઇની હારજીત થઈ નહિ એટલે કાયર થઇ છૂટા પડ્યા. મદ્યના મનનું અભિમાન ઉતરી ગયું. અરે! હુજી હું જીતી ન શકું એવા જોરાવર પણ પડ્યા છે! આથી તે નરમ ઘેંસ અને ગવ રહિત થઇ ગયે. ઘાંચીના મનમાં અભિમાન વધ્યું. આહા! જયમલ જેવા દિગ્વિજય કરનાર મલ પણ મને જીતી શક્યે નહિ, તે હવે મારી ખરાખરી કરનાર કાણુજ હાય ? એમ માનવા લાગ્યા. અને જણુ પેાતાના માલની તપાસ કરવા આવ્યા તે ફક્ત ખાલી ગાડાં જોયાં. પૂતળાં કે લેતુ માલમ પડયું નહિ, તેથી તેએ પણ વિસ્મિત થઇ આસપાસ જોવા લાગ્યા, તે ઘણે દૂર એક બૈરીના માથાઉપર સુંડલા જોવામાં આવ્યે તેમાંનાં પૂતળાંને ચળકાટ જોઈ અનેને ખાત્રી થઇ કે એ સઘળું તે ખાઇ લઇ જાયછે. તે એટલેઅધે દૂર હતી કે સાદ કરવાથી સાંભળે એમ નહતું; તેમજ ઉતાવળી ચાલી
SR No.006062
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevji Damji Sheth
Publication Year1916
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy